ઉત્તરાખંડના પિથૌરાગઢ વિધાનસભા ઉપચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તેમજ પૂર્વ નાણાપ્રધાન પ્રકાશ પંતની પત્ની ચંદ્રા પંતે જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસની અંજૂ લુંઠીને કાંટાની ટક્કર આપીને હરાવ્યા હતા.
બંગાળની કરીમપુર સીટ પર TMC ઉમેદવાર બિમલેંદુ સિન્હા રોયે જીત મેળવી હતી. તેમણે ભાજપ ઉમેદવાર જય પ્રકાશ મજૂમદારને માત આપી હતી. બિમલેંદુના પક્ષમાં 50%થી વધુ મત પડ્યા હતા.
બંગાળની જ એક અન્ય સીટ, કાલિયાગંજ વિધાનસભા સીટ પર તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી હતી. TMC ઉમેદવાર તપન દેબ સિંધાએ 2304 મતોથી જીત મેળવી હતી. ઉત્તર બંગાલની સીટ પર TMC ઉમેદવાની આ પહેલી જીત છે. એક અન્ય સીટ ખડગપુર સદર પર TMC ઉમેદવારે જીત મેળવી હતી.
TMCની જીત બાદ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, આ લોકોને જીત છે. આ વિકાસની જીત છે. અહંકારની રાજનીતિ ચાલશે નહીં. લોકોએ ભાજપને નકાર્યું છે.