ઈન્દૌર પોલીસે 1 લાખની ચોરીના કેસમાં નોકરની ધરપકડ કરતા 41 લાખનો ભેદ ઉકેલાયો - Indore police arrested servant
ઈન્દોર પોલીસ સતત આરોપીની ધરપકડ કરી રહી છે. ત્યારે, ઈન્દોરની કનાડિયા પોલીસે ચોરીના કેસમાં આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી રૂપિયા 41 લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
ઈન્દોર: કનાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વેપારીના કેસમાં તેના પોતાના જ નોકરએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર મામલે ફરિયાદીએ કનાડિયા પોલીસ સ્ટેશનમાં માત્ર એક લાખની ચોરીનો રિપોર્ટ લખાવ્યો હતો, આ સમગ્ર કેસની તપાસ પોલીસ કરી રહી હતી અને જ્યારે તે નોકરની પોલીસ દ્વારા સખ્તાઇથી પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે નોકરે જણાવ્યું હતું કે, તેણે વેપારીને ત્યાં 51 લાખ રૂપિયાની ચોરી કરી છે.
પોલીસે આ સમગ્ર કેસમાં આરોપી નોકરની ધરપકડ કરી હતી. ત્યારે તેની પાસેથી રૂપિયા 41 લાખની રોકડ રકમ પણ મળી આવી છે. જ્યારે તેની પાસેથી દસ લાખ રૂપિયા અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે, નોકરે કહ્યું કે, તેણે 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. અમે આ અંગે કડક પૂછપરછ કરી છે, જ્યારે પોલીસને ફરિયાદીના એક લાખનો રિપોર્ટ વિશે પૂછતાં પોલીસ કહે છે કે, હવે આ કેસમાં ફરિયાદીની પૂછપરછ કરવામાં આવશે.
ઈન્દોરમાં આ પ્રકારનો કેસ પ્રથમ વખત સામે આવ્યો નથી, આ પહેલા પણ ફરિયાદીએ પોલીસ સમક્ષ ઘણી વાર ખોટી ફરિયાદ નોંધાવી હતી અને જ્યારે પોલીસે આ સમગ્ર મામલામાં કાર્યવાહી કરી ત્યારે કેસ કંઈક અલગ જ બહાર આવ્યો હતો. જ્યારે આ સમગ્ર કેસમાં ફરિયાદીએ માત્ર એક લાખ રૂપિયા પોલીસ રિપોર્ટ નોંધાવ્યું હતું, પરંતુ કડક કાર્યવાહી કર્યા બાદ પોલીસે સમગ્ર મામલો જાહેર કર્યો, હવે પોલીસ આ સમગ્ર કેસમાં ઇન્કમટેક્ક્ષ વિભાગને પણ જાણ કરશે.