લખનઉ: ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ બુધવારે સવારે દસ વાગ્યાની આસપાસ ચારબાગ રેલ્વે સ્ટેશનની સામે લગભગ 38 થી 40 લોકો સાથે જમ્મુ કાશ્મીર જવા રવાના થવાની હતી તે હવે જમ્મુ કાશ્મીર નહીં જાય. તેનું કારણ જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા મંગળવારે મોડી સાંજે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓનો ઇનકાર છે. કાશ્મીર વહીવટ તંત્ર દ્રારા લખનઉ જિલ્લા વહીવટીતંત્રને માહિતી આપવામાં આવી છે કે હવે યુપી રોડવેને બદલે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર તેની બસ લખનઉ જ મોકલશે. અહીંથી આપણા લોકોને જમ્મુ-કાશ્મીર બોલાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે રાત્રે ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની ત્રણ બસો દ્વારા લગભગ 72 લોકોને જમ્મુ-કાશ્મીર રવાના કરવામાં આવ્યા હતા, પરંતુ મંગળવારે જ્યારે કોંગ્રેસ અને રાજ્ય સરકારનો બસોને લઇને મુદ્દો ગરમાયો તો ત્યારે જમ્મુ-કાશ્મીરએ ઉત્તર પ્રદેશમાં બસ સેવા લેવાની ના પાડી દીધી હતી.
એડીએમ વૈભવ મિશ્રાએ 'ઇટીવી ભારત' સાથે ફોન પર વાત કરતા જણાવ્યું હતું કે, હવે યૂપીથી બસ નહી જાય પરંતુ જમ્મુ કાશ્મીરથી બસ અહીં આવશે. હમણાં જમ્મુ કાશ્મીરથી ટાઇઅપ થઇ રહ્યું છે. કે તે કયારે પોતાની બસ મોકલી રહ્યા છે. અને આ બસ ક્યારે લખનઉ પહોંચશે.