આ રમૂજદાર ઘટના એવી છે કે, નદીકાંઠા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની નજર બળદગાડા પર પડી હતી. વાહન ગમે ત્યાં પાર્ક કરવું એ ગુનો છે. એટલે આ બળદગાડું જોઈ પોલીસે 1000 રુપિયાનો મેમો ફટકાર્યો હતો. બળદગાડાના માલિકના હાથમાં ચાલાન આવતા તે ચોંકી ગયો હતો. બળદગાડાના માલિક પોલીસ પર આરોપ લગાવ્યો પોલીસ બળદગાડામાં રાખેલો સામાન ફેંકી દે છે.
પોલીસની આ કાર્યવાહીથી એ ચર્ચાઓ શરુ થઈ છે કે, મોટર વ્હિકલ એક્ટ હેઠળ બળદગાડાનું કેવી રીતે ચાલાન ફાટી શકે.
પોલીસે તેમ છતાં દાવો કર્યો છે કે મેમો ભૂલથી કાપવામાં આવ્યો હતો. ત્યારબાદ દંડ રદ કરવામાં આવ્યો હતો.
પહેલાથી જ કેટલાક રાજ્યો મોટર વ્હિકલ એક્ટનું પાલન કરાવવાનો નન્નો ભણી રહ્યા છે. કેટલાક રાજ્યો આ એક્ટને સામાન્ય માણસની કમર તોડવા માટેનો કાયદો ગણાવ્યો છે. આ વિવાદો વચ્ચે બળદગાડાને મેમોનો કિસ્સો રમૂજી તો છે જ પણ સાથે-સાથે કાયદાની બીજી અને વરવી બાજુ પણ દેખાડે છે.