ETV Bharat / bharat

બુલબુલ વાવાઝોડાથી 23,811 કરોડનું નુકસાન: બંગાળ સરકાર - Cyclone Bulbul in West Bengal

કોલકત્તા: પશ્ચિમ બંગાળને બુલબુલ વાવાઝોડાથી નુકસાન થયું છે. કેન્દ્ર સરકારને સોંપેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, બુલબુલ ચક્રવાતથી 23,811 કરોડનું નુકસાન થયું છે.

etv bharat
author img

By

Published : Nov 17, 2019, 10:21 AM IST

Updated : Nov 17, 2019, 11:52 AM IST

પશ્ચિમ બંગાળમાં ચક્રવાત બુલબુલથી 23,811 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્રણ જિલ્લામાં લગભગ 35 લાખ લોકોને અસર થઇ હતી. રાજ્ય સરકાર દ્વારા ચક્રવાત 'બુલબુલ'ને કારણે થયેલા નુકશાન અંગે શનિવારે કેન્દ્ર સરકારની એક ટીમને સોંપેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી.

કેન્દ્રીય દળના સભ્યોએ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હાની સાથે સચિવાલયની એક બેઠકમાં આ રિપોર્ટ સોંપવામાં આવ્યો અને એક અલગથી રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

દળના સભ્યોએ શનિવારે રાજય સરકારના અઘિકારીયો સાથે મુલાકાત કરી હતી. તેમણે એક દિવસ અગાઉ ચક્રવાતના નુકસાનથી અસરગ્રસ્ત ઉત્તરીય અને દક્ષિણના 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લાની મુલાકાત લીધી હતી.

એક વરિષ્ઠ અધિકારીએ રિપોર્ટમાં કહ્યું કે, બુલબુલ વાવાઝોડથી ત્રણ જિલ્લાઓમાં કુલ 23,811 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યાં 35 લાખ લોકોને સીધી અસર થઈ છે. ચક્રવાતમાં 5,17,535 મકાનો ધરાશાઈ થયા છે.

Last Updated : Nov 17, 2019, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.