જયપુર: રાજસ્થાનની ગહેલોત સરકારમાં રાજકારણ ગરમાયું છે. બસપા અધ્યક્ષ માયાવતીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર ખુબ નિશાન સાધ્યું હતું. માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસે રાજસ્થાન ચૂંટણીના બસપાના ધારાસભ્યોને જોડ્યા છે. અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. કોંગ્રેસને પાઠ ભણાવવો જરૂરી છે.
બહુજન સમાજ પાર્ટીએ રાજસ્થાન હાઈકોર્ટમાં 6 ધારાસભ્યોને કોંગ્રેસમાં વિલય વિરુદ્ધ અરજી દાખલ કરી છે. બસપા મહાસચિવ સતીશ મિશ્રાએ દાખલ કરેલી અરજીમાં ધારાસભ્યોના જોડાણની ચેતવણી આપવામાં આવી છે. માયાવતીએ કહ્યું કે, "રાજસ્થાનમાં ચૂંટણી બાદ બસપાએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું, પરંતુ ગેહલોતે ગેરબંધારણીય રીતે બધા બસપા ધારાસભ્યોનો કોંગ્રેસમાં જોડાણ કરવાનું કામ કર્યું હતું.
બસપા ધારાસભ્યો લખન સિંહ કરૌલી, રાજેન્દ્ર સિંહ ગુઢા ઉદયપુરવાટી, દીપચંદ ખેડિયા કિશનગઢ બાસ, જોગેન્દ્ર સિંહ અવાના નદબઈ, સંદીપ કુમાર તિજારા અને બાજિબ અલી નગર ભરતપુર, કોંગ્રેસમાં સામેલ થયા છે. બએસપી ધારાસભ્યોને કોંગ્રેસમાં જોડવાથી માયાવતી વિરોધ કરી ચૂકી છે.
બસપા અધ્યક્ષ માયાવતીએ કહ્યું હતું કે, બસપા પહેલા પણ કોર્ટ પહોંચી શકતી હતી, પરંતુ એ સમયની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે અશોક ગહેલોત અને કોંગ્રેસને પાઠ ભણાવવામાં આવે, પરંતુ હવે અમે કોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે. અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
બસપા ધારાસભ્યોને કોંગ્રેસમાં જોડાણને વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય મદન દિલવારે પણ રાજસ્થાન હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. આ મામલાને લઈ મદન દિલાવરે પહેલા પણ અરજી કરી હતી. જે અરજી હાઈકોર્ટએ સોમવારે રદ્દ કરી હતી.