નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ જયશંકરે શુક્રવારે બ્રિક્સ દેશોના સમૂહને આતંકવાદ સામે લડવા માટે સહયોગ વધારવાનું આહ્વાન કર્યું હતું. જયશંકરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત બેઠકમાં આ વાત કરી હતી. તેમના ચીની સમકક્ષ વાંગ યી પણ સમ્મેલનમાં હાજર હતા.
વિદેશ મંત્રાલય અનુસાર, પોતાના સંબોધનમાં જયશંકરે સમકાલીન વૈશ્વિક વાસ્તવિક્તાઓ અને દુનિયાના લાખો લોકોની ભાવનાઓને પ્રતિબિંબિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
વિદેશ પ્રધાને વિશ્વ વ્યાપાર સંગઠન, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ સ્વાસ્થય સંગઠન જેવા આંતરરાષ્ટ્રીય એકમોમાં સુધારાની સાથે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી અને અસ્થાયી બંને શ્રેણિઓમાં વિસ્તારનું પણ આહ્વાન કર્યું હતું.
બ્રિક્સના સભ્ય દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
સમ્મેલનની અધ્યક્ષતા રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવે કરી હતી. જેમાં બ્રાઝિલના વિદેશ પ્રધાન એર્નેસ્ટો, ચીનના વિદેશ પ્રધાન વાંગ, દક્ષિણ આફ્રિકાના વિદેશ પ્રધાન ગ્રેસ નાલેદી પેંડોર અને જયશંકરે ભાગ લીધો હતો.
આ સમ્મેલન બાદ જાહેર એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાનોએ વધતી હિંસા અને દુનિયાના વિભિન્ન ભાગોમાં શરૂ સંઘર્ષો પર ચિંતા વ્યક્ત કરી છે, જેના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરો પર ગાઢ પ્રભાવ પડ્યો છે.
એક નિવેદન અનુસાર વિવાદોને આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમો હેઠળ રાજકીય જોડાણ અને રાજકીય વાર્તાના માધ્યમથી શાંતિપૂર્ણ રીતે નિવારણ લાવવું જોઇએ.
મહત્વનું છે કે, બ્રિક્સના સભ્ય દેશો ભારત અને ચીનની વચ્ચે પૂર્વી લદ્દાખ વિસ્તારમાં છેલ્લા ચાર મહીનાથી ગતિરોધ વધી રહ્યા છે.