નવી દિલ્હી : ભારતના વિદેશપ્રધાન એસ.જયશંકર બ્રાઝિલ, રશિયા. ચીન અને દક્ષિણ આફ્રિકાના સભ્યો સાથે વીડિયો કૉન્ફરન્સીંગમાં ભાગ લેશે. બ્રિક્સ દેશોના સભ્યો પણ કોવિડ-19 વિરુદ્ધ લડવા માટે સંયુક્ત રીતે વીડિયો કૉન્ફરન્સીંગ દ્વારા ચર્ચા વિચારણા કરશે.
એક સમાચાર એજન્સી દ્વારા આ વીડિયો કૉન્ફરન્સીંગનું આયોજન રશિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા રશિયાના વિદેશપ્રધાન સેર્ગેઇ લવરોવ કરશે. ઉલ્લેખનીય છે કે, ગત 1 જાન્યુઆરીથી બ્રિક્સની અધ્યક્ષતા બ્રાઝિલથી રશિયા સ્થાનાંતરિત કરવામાં આવી છે.