ETV Bharat / bharat

સ્તનના આરોગ્ય વિશે ચર્ચા–1- માન્યતાઓ અને હકીકતો- 2 –ફેમેલી હીસ્ટ્રી

સ્તન કેન્સરનો ભોગ બનેલી મહિલાઓમાં મોટા ભાગની મહિલાઓને સ્તન કેન્સરની કોઈ ફેમેલી હીસ્ટ્રી જણાતી નથી. માત્ર 5-10% કિસ્સામાં મહિલાની ફેમેલી હીસ્ટ્રી (ખાસ પ્રકારનું આનુવાંશીક વલણ)ને બ્રેસ્ટ કેન્સર માટે જવાબદાર માની શકાય.

BREASTHEALTH ISSUES
સ્તન ના આરોગ્ય વિશે ચર્ચા
author img

By

Published : Oct 21, 2020, 10:45 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ETV Bharatના સુખીભવએ એમએસ ડૉ. રઘુરામ, FRCS (Eng), FRCS (Edin), FRCS (Glasg), FRCS (Irel), Hon FRCS (Thailand) ઉષાલક્ષમી બ્રેસ્ટ કેન્સર ફાઉન્ડેશનના સીઇઓ અને ડીરેક્ટર તેમજ કેઆઇએમએસ-ઉષાલક્ષમી સેન્ટર ફોર બ્રેસ્ટ એન્ડ ડીસીઝના ટીરેક્ટર સાથે ફેમેલી હીસ્ટ્રી વીશે માહિતી મેળવવા માટે કેટલીક વાતચીત કરી હતી.

માન્યતા

ફેમેલી હીસ્ટ્રીમાં બ્રેસ્ટ કેન્સર હોવું તે કેન્સર થવા માટેનું સૌથી મોટુ જોખમકારક પરીબળ છે.

હકીકત

સ્તન કેન્સરનો ભોગ બનેલી મહિલાઓમાં મોટા ભાગની મહિલાઓને સ્તન કેન્સરની કોઈ ફેમેલી હીસ્ટ્રી જણાતી નથી. માત્ર 5-10% કિસ્સામાં મહિલાની ફેમેલી હીસ્ટ્રી (ખાસ પ્રકારનું આનુવાંશીક વલણ)ને બ્રેસ્ટ કેન્સર માટે જવાબદાર માની શકાય.

માન્યતા

બ્રેસ્ટ કેન્સરના જોખમને ઓળખવા માટે ‘જીનેટીક ટેસ્ટ’ કરાવવો જોઈએ.

હકીકત

ના.

સ્તન કેન્સરનું સામાન્ય જોખમ ધરાવતી મહિલાઓ (એવી મહિલાઓ કે જેઓ 40 વર્ષની ઉમર બાદ સ્તન કેન્સરથી અસરગ્રસ્ત થાય છે) જીન્ટીક ટેસ્ટીંગ કરાવે છે જે ખુબ જ બીનજરૂરી છે. આ એવરેજ રીસ્ક પર રહેલી મહિલાઓ જ ભારતમાં સૌથી વધુ ગેરમાર્ગે દોરાય છે અને કોઈ પણ પ્રકારના જીનેટીક કન્સલ્ટીંગ વીના જીનેટીક ટેસ્ટીંગ કરાવે છે.

BREASTHEALTH ISSUES
સ્તન ના આરોગ્ય વિશે ચર્ચા

માત્ર 5-10% કિસ્સાઓમાં જ ખામીયુક્ત જીન્સ (BRCA1 & BRCA2) આગળની પેઢીમાં આવવાની સંભાવના રહેલી છે. જે મહિલાઓમાં આ ખામીયુક્ત જીન્સ હોવાની જાણ થાય છે તેમને સ્તન કેન્સર થવાનું જોખમ આજીવન રહે છે. BRACA ધરાવતી દરેક મહિલાને સ્તન કેન્સર થાય જ એ પણ જરૂરી નથી. માત્ર ને માત્ર સ્તન કેન્સરની ફેમેલી હીસ્ટ્રી (હાય રીસ્ક ગૃપ) હોવાની જાણ થયા બાદ અને તે પણ યોગ્ય જીનેટીક કન્સલ્ટીંગ કર્યા બાદ જ જીનેટીક ટેસ્ટીંગ તરફ વળવું હિતાવહ છે.

બ્રેસ્ટ કેન્સરની સંભવિત ફેમેલી હીસ્ટ્રીમાં નીચેની બાબતોનો સમાવેશ થયા છે.

ચાલીસ વર્ષની વય પહેલા જેઓ સ્તન કેન્સરનો ભોગ બન્યા છે તેવી એક કે તેથી વધુ મહિલાથી નજીકનો સબંધ ધરાવતી મહિલા

જેમને કોઈ પણ વયે સ્તન કેન્સર થયુ છે તેવી બે કે તેથી વધુ મહિલાઓ સાથે નજીકનો સબંધ ધરાવતી મહિલા

સ્તન કેન્સર ઉપરાંત જેમને અંડાશયનું કેન્સર થયું છે તેવી મહિલાઓ સાથે નજીકનો સબંધ ધરાવતી મહિલા

એક એવી નજીકનો સબંધ ધરાવતી મહિલા જેમને બંન્ને સ્તનમાં કેન્સર હતુ અથવા છે.

એક એવી વંશીય પૃષ્ઠભૂમી ધરાવતી મહિલા કે જે પૃષ્ઠભૂમીમાં ખામીયુક્ત જીન્સ ખુબ જ સામાન્ય છે. ઉદહરણ તરીકે અશ્કનાઝી યહુદી વંશના લોકો.

જીનેટીક ટેસ્ટ એ એક સાદો ટેસ્ટ છે જેની કિંમત 50,000 આસ પાસ છે. જો આ બ્લડ ટેસ્ટ પોઝીટીવ આવે છે તો આજીવન સ્તન કેન્સર અને અંડાશયનું કેન્સર થવાની સંભાવના ખુબ જ વધી જાય છે. (સ્તન કેન્સર થવાની સંભાવના 50-85% અને અંડાશયનું કેન્સર થવાની સંભાવના 15-45% વધી જાય છે.)

માન્યતા

અનુવાંશીક ખામીને કારણે જેઓને સ્તન કેન્સર થવાનું ઉચ્ચ જોખમ રહેલું છે તેમના માટે બંન્ને સ્તનને દુર કરવા એ એક માત્ર સારવાર ઉપલબ્ધ છે.

હકીકત

મોનોપોઝ પહેલા સર્જરી દ્વારા બંન્ને સ્તનને દુર કરવાની પદ્ધતિ (બાયલેટરલ માસ્ટેક્ટોમી) અને ઓવરીઝ ફોલપેઇન ટ્યુબ્સ (બાયલેટરલ સાલ્પીંગો-ઓફરેક્ટોમી) થી સ્તન અને અંડાશય બંન્નેના કેન્સરના જોખમમાં ઘટાડો થાય છે પરંતુ આ ઉપરાંત કેટલાક નોન સર્જીકલ સારવારના વિકલ્પો ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરી શકાય છે.

જો શસ્ત્રક્રીયા કરવામાં આવે તો પણ તે જ બેઠકમાં તાત્કાલીક બ્રેસ્ટ રીકન્સ્ટ્રક્શનની કુશળતા હોવી આવશ્યક છે.

બે નોન સર્જીકલ વિકલ્પો આ પ્રમાણે છે.

પાંચ વર્ષ સુધી ટોમોક્સિફિન લેવી (હોર્મોન રીસેપ્ટર પોઝીટીવ બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવે છે.)

નજીકથી પરીસ્થીતિનું સતત નીરીક્ષણ

ભારત જેવા દેશ કે જ્યાં કેન્સરનું જોખમ ઓછુ કરતી સર્જરી કરવાના સેન્ટર અને કેન્સર જીનેટીક્સ ક્લીનીક્સ ખુબ જ ઓછા છે એ પરીસ્થીતિમાં ‘નજીકથી નીરીક્ષણ’ એ જ એકમાત્ર સરળ અને શક્ય વિકલ્પ છે. આ પ્રક્રીયાથી સ્તન કેન્સરને અટકાવવામાં તો મદદ મળતી નથી પરંતુ તેનાથી સ્તન કેન્સરની જાણ તેના પ્રાથમીક તબક્કાથી જ થઈ શકે છે. આ પદ્ધતિમાં મહિલાની 25 વર્ષની વય અથવા જે વયે ફેમેલીની મહિલાને કેન્સર થયું હોય તે વયના દસ વર્ષ પહેલાથી દર છ મહિને સ્તનનું એમઆરઆઇ અને મેમોગ્રામ કરવામાં આવે છે.

વધુ માહિતી માટે www.ubf.org.in ,www.breastcancerindia.org ની મુલાકાત લો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.