જબલપુર: કોરોના વાયરસને પહોંચી વળવા દેશના પ્રતિષ્ઠિત બ્રહ્મોસ એરસ્પેસે જબલપુર વહીવટ તંત્રને તબીબી કર્મચારીઓ માટે 500 PPI કીટ અને 2,500 N-95 માસ્ક આપ્યા છે. આ સિવાય સરકારી હોસ્પિટલ માટે OPD અને 30 થર્મલ સ્કેનર પણ આપ્યા છે.
મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગના એક અધિકારીએ મંગળવારે કહ્યું કે, 'આ તમામ સામગ્રી બ્રહ્મોસ એરસ્પેસ દ્વારા જબલપુર કલેક્ટર ભરત યાદવે રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી આશિષ દીક્ષિતને આપી હતી.
આ સહાય બદલ જબલપુર કલેક્ટરે બ્રહ્મોસ એરસ્પેસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. સુધીરકુમાર મિશ્રનો આભાર માન્યો હતો. આ અંગે મિશ્રએ કહ્યું કે, જરૂર પડે તો બ્રહ્મોસ એરસ્પેસ જબલપુરને વધુ સહાય પણ પૂરી પાડશે.