નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે લોકો તમામ રીતો અપનાવે છે. જેમાં અમુકને સફળતા મળે છે તો અમુક નિષ્ફળતાથી નિરાશ થાય છે. આવી જ એક ઘટના રાજધાની દિલ્હીના નોયડાથી સામે આવી છે.
સલાપુરમાં એક ટિક-ટૉક વીડિયો પર લાઇક ન મળવાથી પરેશાન થયેલા યુવકે આત્મહત્યા કરી છે. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
પંખે લટકીને કરી આત્મહત્યા
પશ્ચિમ બંગાળનો રહીમ સલારપુર ગામમં પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેને 18 વર્ષનો દિકરો ઇકબાલ પણ તેની સાથે જ રહેતો હતો. ઇકબાલને ટિક-ટૉક પર વીડિયો બનાવવાનો ખૂબ જ શોખ તો. એડિશનલ ડીસીપી રણવિજય સિંહના જણાવ્યા અનુસાર ટિક-ટૉક વીડિયો પર તેને લાઇક મળી રહ્યા ન હતા. તે વાતથી માનસિક રીતે પરેશાન ઇકબાલે પંખે લટકીને આત્મહત્યા કરી છે.
પરીજનોની સૂચના પર પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. એડિશનલ ડીસીપી અનુસાર પરીજનોએ અત્યાર સુધી કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી નથી.