ETV Bharat / bharat

યાદશક્તિ વધારવાના 7 સરળ ઉપાય - metal health problem

ઘણી વખત દરેક વ્યક્તિ લગભગ કંઈનું કંઈ ભૂલી જતો હોય છે. તેને ફરિયાદ હોય છે કે, મને યાદ નથી રહેતું. ખાસ કરીને જ્યારે વ્યક્તિના જીવનમાં એકસાથે ઘણું બધું ઘટિત થઈ રહ્યું હોય ત્યારે. યાદશક્તિ વધારવાના માટે સરળ અને પ્રાકૃતિક ઉપચાર ઉપલબ્ધ છે. બસ તેના માટે આહાર અને જીવનશૈલીને બદલવાની જરુર છે.

Boost Your Memory With These 7 Simple Ways
યાદશક્તિ વધારવાના 7 સરળ ઉપાય
author img

By

Published : Jul 11, 2020, 5:03 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ઘણી વખત દરેક વ્યક્તિ લગભગ કંઈનું કંઈ ભૂલી જતો હોય છે. તેને ફરિયાદ હોય છે કે મને યાદ નથી રહેતું. ખાસ કરીને જ્યારે વ્યક્તિના જીવનમાં એકસાથે ઘણું બધું ઘટિત થઈ રહ્યું હોય. યાદશક્તિ વધારવાના માટે સરળ અને પ્રાકૃતિક ઉપચાર ઉપલબ્ધ છે. બસ તેના માટે આહાર અને જીવનશૈલીને બદલવાની જરુર છે.

  • રિફાન્ડ સુગર(ખાંડ)નો ઉપયોગ નહિવત કરો

વધારે પડતી ખાંડનો ઉપયોગ કરવાથી માનસિક તંદુરસ્તી પર અસર પડી શકે છે. શોધકર્તાઓએ જણાવ્યું છે કે, જો આહારમાં વધારે પડતી ખાંડનો ઉપયોગ કરવામાં આવે તો યાદશક્તિ ઓછી થઈ શકે છે. અલ્ઝાઈમર જેવા રોગના લક્ષણો પણ જોવા મળે છે. ફળ અને પીણાં સાથે ખાંડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જંક ફૂડ ખાવાનું બંધ કરો. જંક ફૂડ એટલે કે પિત્ઝા, કેક અને વ્હાઈટ બ્રેડ ખાંડ જેટલા જ હાનિકારક છે. જંક ફૂડ બ્લડ સુગરની માત્રામાં વધારો કરે છે. તેનાથી બ્રેઈન ડેમેજ થવાની શક્યતાઓ રહેલી છે. જંક ફૂડથી ડેમેન્શિયા (ભૂલી જવું, વિચારશક્તિમાં અવરોધ) અને બીજી માનસિક બિમારી થઈ શકે છે.

  • પૂરી ઉંઘ લો

તંદુરસ્ત જીવન માટે પૂરતા પ્રમાણમાં ઉંઘ લેવી બહુ જરુરી છે. યાદશક્તિ માટે પૂરતી ઉંઘ લેવી ખૂબ જ જરુરી છે. એક અભ્યાસ મુજબ ઓછી ઉંઘ લેનારા વ્યક્તિઓમાં યાદશક્તિને લગતી સમસ્યાઓ જોવા મળે છે. સારી યાદશક્તિ માટે 7-9 કલાકની ઉંઘ આવશ્યક છે.

  • કસરત કરો

કસરત કરવાથી શારીરિક તંદુરસ્તીની સાથે માનસિક તંદુરસ્તી પણ સારી રહે છે. નિયમિત કસરત કરવાથી વધતી ઉંમર સાથે ડેમેન્શિયાનો ખતરો ટાળી શકાય છે.

  • એન્ટિઓક્સિડન્ટનો સમાવેશ કરો

એન્ટિઓક્સિડન્ટનો ઉપયોગ કરવાથી મગજના કોષો સક્રિય રહે છે. ફળોનો ઉપયોગ કરવાથી યાદશક્તિ સારી રહે છે.

  • ધ્યાન કરો

ધ્યાન કરવાથી મન અને શરીર બંનેને લાભ થાય છે. ધ્યાન કરવાથી મગજ શાંત થાય છે. તણાવ ઓછો થાય છે અને યાદશક્તિમાં વધારો થાય છે. ટૂંકાગાળાની અને લાંબાગાળાની યાદશક્તિ વધારવા માટે ફાયદો થાય છે.

  • માઈન્ડ ગેમ રમો

શારીરિક કસરત કરવાની સાથે સાથે તમે મગજને સક્રિય રાખી શકે તેવી રમત રમી શકો છો. જેમ કે, ક્રૉસવર્ડ, પઝલ (કોયડા) અને બીજી એવી ઘણી રમત છે, જેનાથી યાદશક્તિ સારી રહેશે.

  • ડાર્ક ચોકલેટ ખાઓ

ચોકલેટ ખાવાની કોણ ના પાડશે ? ડાર્ક ચોકલેટ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. તે એક એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. પરંતુ ડાર્ક ચોકલેટ ખાતા પહેલાં એ ખાતરી કરી લેવી કે, તેમાં 70 ટકા કોકો છે કે નહીં.

આયુર્વેદ ઈતિહાસના જાણકાર, ડૉ.રંગનાયકુલુ કહે છે કે, 'ફિલ્મો જોવા કરતાં પુસ્તક વાંચવું વધારે યોગ્ય છે. જો તમે તમારું મનગમતું કામ કરશો તો પણ તમારી યાદશક્તિમાં વધારો થશે. જો કે, ભૂલી જવું એ કુદરતી છે, પરંતુ યાદ કરવું એ આપણાં હાથમાં છે. જિનેટિક્સ (આનુવંશિકતા) પણ યાદશક્તિ માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પરંતુ જો તમે તમારી જીવનશૈલીમાં ફેરફાર લાવશો તો ડેમેન્શિયા અને અલ્ઝાઈમર જેવા રોગોથી બચી શકશો. શારીરિક તંદુરસ્તીની સાથે માનસિક તંદુરસ્તી પણ ખૂબ જરુરી છે. જીવનશૈલીમાં અને આહારમાં, યોગ્ય અને જરુરી ફેરફાર લાવવાથી યાદશક્તિ વધારવામાં ઘણો ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.