અંસારી મોમિપુરનો રહેવાસી છે. હાલ તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. દેશના જુદા જુદા ભાગોમાં ઘણા વિસ્ફોટમાં તે સંકળાયેલો છે.
અધિકારીના જણાવ્યાં મુજબ, અંસારીને રાજસ્થાનની અજમેર સેન્ટ્રલ જેલમાંથી 21 દિવસની પેરોલ આપવામાં આવી હતી. જે પુર્ણ થતા શુક્રવારે જેલ પ્રશાસન સમક્ષ હાજર થવાનું હતું.
પેરોલના સમયગાળા દરમિયાન, અંસારીને દરરોજ સવારે 10:30 થી 12 કલાક વચ્ચે અગ્રિપાડી પોલીસ સ્ટેશન આવવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ, ગુરુવારે તે નિર્ધારિત સમય પર પહોચ્યો ન હતો. અંસારી નમાજ પઢવાનું કહ્યા બાદ પરત ફર્યો ન હતો.
ઝૈદની ફરિયાદ પરથી પોલીસે ગુમ થવાનો ગુનો નોંધ્યો છે. આ વચ્ચે મુંબઇ પોલીસ, ક્રાઈમ બ્રાંચ અને મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી સ્કવોડે તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.