એક્ટર રિતેશ દેશમુખે અભિનંદન આપતા ટ્વીટ કર્યું કે, ભારતે નિર્ણય કર્યો છે. જનતંત્રએ ઉજવણી કરવી જોઈએ. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જંગી જીત માટે અભિનંદન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીમાં નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવનાર વિવેક ઓબેરયો પોતાની ફિલ્મનું પોસ્ટર શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ પોસ્ટર પર નરેન્દ્ર મોદીના પાત્રમાં દેખાતા વિવેક બંને હાથ ઉઠાવીને જીતનું અભિવાદન કરી રહ્યાં છે.
પોસ્ટર પર લખ્યું છે, ફરી એકવાર આવી રહ્યાં છે નરેન્દ્ર મોદી. હવે કોઈ રોકી નહીં શકે, ફિલ્મ 24 મેના રિલીઝ થઈ રહી છે.
આ સાથે જ ગાયિકા આશા ભોંસલેએ પણ લખ્યું કે, ભારતીય મતદાતાઓએ બુદ્ધિમતા સાથે મતદાન કર્યું છે. આદરણીય પીએમ મોદી, NDA અને BJPને અભિનંદન. જે દેશને સુવર્ણ યુગમાં લઈ ગયા છે. જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા.
શેખર સુમને બીજેપીની જીત પર અભિનંદન આપતા લખ્યું છે કે, મોદી એક યોદ્ધા તરીકે ચમક્યા છે તેમજ તેઓ એક રીતે તેઓ વન મેન આર્મી સમાન છે.
બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થક રહે ચુકેલા અનુપમ ખેરે માત્ર એટલું જ લખ્યું છે કે આએગા તો (આવશે તો)... અને તેના પછી સ્માઈલી બનાવીને છોડી દીધું છે.
આપને જણાવી દઈએ કે, અનુપમની પત્ની કિરણ ખેર બીજેપીની ટિકિટ પર ચંડીગઢથી બીજીવાર લોકસભા ચૂંટણીમાં જંપલાવ્યું છે.
અભિષેક બચ્ચને પણ પોતાના ટ્વીટમાં ફિંગર્સ ક્રોસ્ડનું સ્ટીકર આપીને પરિણામ માટે પોતાની ઉત્તેજના જાહેર કરી.