પ્રાથમિક સમચારો અનુસાર, બ્લાસ્ટ એક બૉક્સમાં થયો હતો. આ બૉક્સ એક શખસ લઈને જઈ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્ટેશનને કોર્ડન કરીને તપાસ શરુ કરી છે.
આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને તાત્કાલીક નજીકના દવાખાનામાં ખસેડાયો છે. તપાસમાં હજુ એ સ્પષ્ટ નથી થયુ કે, બૉક્સમાં બ્લાસ્ટ થયો હતો કે મોબાઈલમાં. પોલીસે સીસીટીવી ફુટેજ તેમજ પ્લેટફોર્મ પર બેઠેલા લોકોની પુછપરછ કરી તપાસ આરંભી છે.