શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં લોઅર મુંડામાં આંતકીઓ સાથે થયેલા ઘર્ષણમાં એક સ્થાન પર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ત્રણ બાળકો સહિત 13 લોકો ઘાયલ થયા છે.
આજે સવારે અનંતનાગ જિલ્લામાં લોઅર મુંડામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થયું હતુ. જેમાં ત્રણ આતંકવારીઓ ઠાર માર્યા ગયા છે. આતંકવાદીઓએ દક્ષિણી કાશ્મીર જિલ્લામાં લોઅર મુંડા વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો.
અધિકારીઓ મુજબ સુરક્ષાબળોએ આતંકી પ્રવૃતિના જવાબમાં કાર્યવાહી કરી ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. જોકે હાલ આ વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આ પહેલા કુલગામના ગુડ્ડર વિસ્તારમાં રવિવારે પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હતું, જેમાં પણ સેનાએ 4 આતંકઓને ઠાર માર્યા હતા.