આજે લાંબા સમયગાળા બાદ BJP ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. હોળીની ઉજવણી બાદ ટિકીટોની જાહેરાત થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, BJPના 250 ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે. પ્રથમ યાદીમાં યુપીના લગભગ 35 ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે.
અગાઉ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં યુપીના CM યોગી આદિત્યનાથ સહિત બંને નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્મા અને કેશવ મૌર્ય તેમજ પ્રદેશ ભાજપના અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેય પણ હાજર હતા. આ બાબત બાદ એ વાત સામે આવી રહી છે કે, રામપુર લોકસભા બેઠક પરથી જયા પ્રદાને ભાજપ મેદાનમાં ઉતારી શકે છે.
સાથે જ બિહારની તમામ 17 બેઠક માટે પણ BJP ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. જ્યારે મહારાષ્ટ્રની 21 બેઠક પર પણ આજે નિર્ણય આવી શકે છે.
બંગાળના ઉમેદવારોની પસંદગીને લઈને પણ ભાજપની બેઠક થઈ છે. એવું જણાયું છે કે, 42 બેઠકોમાંથી 27 ઉમેદવારોના નામને ફાઈનલ કરવામાં આવ્યા છે.