ભાજપ આજે 10 વાગ્યે હોટલ લલિતમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. હરિયાણાના ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ યાદવે જણાવ્યું કે, કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને પાર્ટીના મહાસચિવ તથા પ્રદેશ પ્રભારી ડો. અનિલ જૈનની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે.
ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો, સરકારી કર્મચારીઓ અને મહિલાઓ સાથે જોડાયેલી જાહેરાત થઈ શકે છે. પરંતુ ભાજપ જે વાયદોને પૂરા ન કરી શકાય તેનો ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ નથી કરવા માગતી.
ભાજપ નેતાઓનું કહેવું છે કે, ગત સરકારોમાં નોકરીમાં કાપલી અને ખર્ચની સિસ્ટમ ચાલતી હતી. પરંતુ મનોહર લાલ ખટ્ટર સરકારે નોકરીમાં પારદર્શિતા લાવી છે. ચૂંટણી ઢંઢેરામાં સરકારી નોકરીમાં પારદર્શિતા, કોઈપણ ભેદભાવ વગર વિકાસ, નિવેદન પર ટ્રાન્સફર વ્યવસ્થા જેવા કેટલાક મુદ્દાઓનો સમાવેશ થઈ શકે છે. મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર ચૂંટણી રેલીઓમાં પણ આ વાયદાઓનો ઉલ્લેખ કરી ચૂંક્યાં છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે મહિલાઓનું ધ્યાને ખેચવા માટે સરકારી અને પ્રાઈવેટ નોકરીઓમાં 33 અનામતનો માસ્ટર સ્ટોક રમ્યો છે. કોંગ્રેસે હજી ઘણા વાયદાઓ કર્યાં છે. જેમાં મફતમાં વિજળી, દરેક જિલ્લામાં સુપર સ્પેશિયલિટિ હોસ્પિટલ અને યુનિવર્સિટી જેવો વાયદાઓ સામેલ છે.