નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહના નિવેદન પર નારાજ થયા હતા. સુત્રોના જણાવ્યાં અનુસાર નડ્ડાએ કહ્યું કે, એવા નિવેદન ન આપે, જેનાથી પક્ષની સ્થિતી વણસી જાય.
ઉલ્લેખનીય છે, કે એક દિવસ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક વ્યક્તિ હિન્દુ ધર્મની રીતિથી તેની માતાના અંતિમ સંસ્કાર કરવાની અપીલ કરી રહ્યો હતો. જાણકારી મુજબ તે વ્યક્તિએ હિન્દુ ધર્મ છોડીને ઇસાઇ ધર્મ અપનાવ્યો છે. તેની માતાનું નિધન થયુ છે. તે તેની વિધી કરવા જઇ રહ્યો હતો. ગિરિરાજ સિંહે તે યુવકને કહ્યું કે, તમારી માતા હિન્દુ હતી, અને તમે પૈસાની લાલચમાં ઘર્મ છોડી રહ્યા છો, તે ખોટુ છે.
આ પહેલા પણ CAAના વિરોધમાં પ્રદર્શન પર ગિરિરાજ સિંહે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. જેને લઇને ચર્ચામાં રહ્યાં હતાં.