નવી દિલ્હી: ભાજપના કાર્યક્રમ દરમિયાન જે.પી નડ્ડાએ કહ્યું કે, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ડૉ. મનમોહન સિંહ બધાએ કહ્યું હતું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પીડિત અલ્પસંખ્યકોને પરત લઈ આવશે. પરંતુ તેઓઆવું ન કરી શક્યા, જેને PM મોદીએ કરી બતાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભાજપના 11 નવા જિલ્લા કાર્યલયોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે નડ્ડાએ પાર્ટીના કાર્યકર્તાઓની પાસે ઉપલબ્ધ ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને લોકોને CAA વિશે સમજાવવાનું આહ્વાન કર્યું હતું. બિહાર પર નરેન્દ્ર મોદીનો આશીર્વાદ છે. PM મોદીએ રાજ્યોને અરબોની સહાયતા કરી છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું છે.
ભાજપ અધ્યક્ષ નડ્ડાએ પાર્ટીના કાર્યકર્તાઓને કલમ 370 નાબૂદ કરવી અને ત્રિપલ તલાક કાયદો જેવા મોદી સરકારના નિર્ણય પર લોકોનો ભર્મ દુર કરવાનું અહ્વાન કર્યું હતું. નડ્ડાએ કહ્યું કે, કલમ 370નો નિર્ણય જમ્મુ કાશ્મીરના લોકોના જીવનમાં ખુશી લાવ્યો છે. જે પહેલા પોતાના અધિકારીઓથી વંચિત રહેતા હતા.