નવી દિલ્હી : ભાજપ અધ્યતક્ષ જે પી નડ્ડાએ બુધવારે કહ્યું હતું કે,પાર્ટીએ કોરોના વાઇરસના ખતરાને ધ્યાનમાં રાખીને એક મહીના માટે કોઇ પ્રદર્શન અને આંદોલન ન કરવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું હતું કે,પાર્ટી જનસભાઓ નહીં યોજે, જો કોઇ જાણકારી આપવાની હશે, તો જાહેરાત કરીને આપવામાં આવશે. નડ્ડાએ કહ્યું હતું કે,પાર્ટીની તમામ શાખાઓને કોરોના વાઇરસના સંબધમાં જાગ્રતા લાવવા તથા તેના સંબધમાં જાણકારી આપવામાં માટે જણાવવામાં આવ્યું થે. .
ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે,જ્યારે એક દિવસે આગાઉ વડાપ્રધાન મોદીએ ભાજપની સંસદીય દળની બેઠકમાં સાંસદોને કોરોના વાઇરસને લઇ લોકોને જાગરૂકતા લાવવા માટે જણાવ્યું હતું. તેમજ 15 એપ્રિલ સુધી જન આંદોલન ન કરવાની સૂચના આપી હતી.