સાધ્વી પ્રજ્ઞા સિંહે એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જ્યારે લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી તે સમયે એક સાધુ મહારાજે તેમને ચેતવ્યા હતાં. મહારાજે કહ્યું હતું કે, વિપક્ષ મેલી વિદ્યાનો ઉપયોગ કરી રહ્યું છે, તેથી ચૂંટણીમાં ધ્યાન રાખજો. તમારે તમારી સાધના વધારવાની જરૂર છે. ત્યાર બાદ સાધ્વીએ જણાવ્યું હતું કે, હું તો આ વાત ભૂલી ગઈ હતી, પણ હવે જ્યારે ભાજપના એક પછી એક નેતાઓના મોત થઈ રહ્યા છે ત્યારે ફરી આ વાત યાદ આવી રહી છે.
આ અગાઉ પણ અનેક વાર સાધ્વી પ્રજ્ઞા વિવાદીત નિવેદન આપવા માટે જાણીતી થઈ છે. ભાજપ કાર્યાલયમાં આયોજીત સભામાં તેમણે અહીં પણ વિપક્ષ પર ભાજપના નેતાઓના મોત પાછળ વિપક્ષનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.