કોલકાતા: ભાજપના સાંસદ લૉકેટ ચેટર્જીનો કોરોના રિપોર્ટ પોઝિ ખુદ લૉકેટ ચેટર્જીએ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. શુક્રવારે લૉકેટ ચેટર્જીએ ટ્વીટ કર્યું હતું કે, આજે સવારે મારો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવો તાવ છે અને હું છેલ્લા એક અઠવાડિયાથી સેલ્ફ આઇસોલેશનમાં છું. હું હાલ ઠીક છું અને આગળ પણ પોસ્ટ દ્વારા દરેકને મારા સ્વાસ્થ્યની માહિતી આપીશ. ''
ગુરુવારે પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસથી વધુ 16 દર્દીઓનાં મોતનથી રાજ્યમાં મૃત્યુની સંખ્યા વધીને 699 થઈ ગઈ છે. રાજ્યમાં કોવિડ -19 ના નવા 649 કેસ નોંધાયા હોવાથી કુલ કેસની સંખ્યા 19,819 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
તેમાં જણાવાયું છે કે રાજ્યમાં કોરોના વાઇરસથી પીડાતા દર્દીઓની સંખ્યા 6083 થઈ ગઈ છે. જ્યારે બુધવારે સાંજથી રાજ્યના 509 લોકો આ રોગથી મુક્ત થયા છે.