પૂર્વ દિલ્હીના વિકાસ માટે ગૌતમ ગંભીરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જેમાં અમિત શાહે દિલ્હીના હિત માટે નવા પ્રોજેક્ટને અમલમાં લાવવા પરવાનગી આપી હતી. ત્યારબાદ ગૌતમ ગંભીરે કહ્યુ હતું કે, દિલ્હીના લોકોના હિતાર્થે નવી યોજનાઓ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.
આ મુલાકાત અંગે વાત કરતાં ગંભીરે જણાવ્યું હતું કે, "અમિત શાહ જમીન સાથે જોડાયેલાં વ્યક્તિ છે. તેમનામાં લોકોની સેવા કરવા માટેનો ઉત્સાહ છે. જે તેમને લોકસેવા માટે પ્રેરીત કરે છે."