ભૂતપૂર્વ પ્રધાનની ગોળી મારી હત્યા
- જિલ્લાના જામો વિસ્તારમાં કેટલાક આવારા તત્વોએ ભૂતપૂર્વ ગ્રામપ્રધાનની ગોળી મારી હત્યા કરાઇ છે.
- આ ઘટના બાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.
- ઘટનાસ્થળ પર વાતાવરણ તંગ લાગતા પોલીસ કાફલાને પણ તૈનાત કરવામાં આવ્યો છે.
- હકીકતમાં, ભૂતપૂર્વ પ્રધાન સુરેન્દ્રપ્રતાપ સિંહ તેના ઘરથી બહાર સુતા હતાં તે દરમિયાન બાઇક પર આવેલા બદમાશોએ તેને ગોળીમારી હતી.
- ગંભીર હાલતમાં પરીજનોએ તેને હોસ્પિટલ પહોંચાડ્યા અને જ્યાં ડોક્ટરે તેને ટ્રામા સેન્ટરમાં રેફર કર્યા હતા.
- ત્યાર બાદ તેને લખનૌના ટ્રામા સેન્ટરમાં લઇ જતાં સમયે જ તેમનું મૃત્યુ થયું હતું.
તમને જણાવીએ કે, બરૌલીયા ગામમાં ભાજપાના ટોંચના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહ અમેઠી લોકસભા બેઠકથી જીત મેળવેલા સ્મૃતિ ઇરાનીના નજીકના મનાતા હતા. સુરેન્દ્રપ્રતાપ સિંહ સ્મૃતિ ઇરાનીના પ્રચાર-પ્રસારમાં સાથે રહ્યાં હતા અને સારૂ એવું યોગદાન આપ્યુ હતું. હાલમાં આ કેસની તપાસ સંજ્ઞાન DGP ઓમ પ્રકાશ સિંહે ત્રણ ટીમ બનાવી અને આ કેસની તપાસ કરી રહ્યા છે.