ચંદીગઢ: ભાજપના નેતા અને ટિક ટોક સ્ટાર સોનાલી ફોગાટે હરિયાણાના હિસાર જિલ્લામાં સરકારી અધિકારીને થપ્પડ માર્યો હતો જેનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સોનાલી ફોગાટ એક સરકારી અધિકારીને થપ્પડ અને ચપ્પલ મારતા નજરે પડે છે.
આ વીડિયો હિસારના બલસમંડ ગામનો કહેવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ બલસમંડ ગામની માર્કેટ કમિટી હિસારનો ખરીદી પોઇન્ટ છે, જ્યાં ખરીદીનું કામ ચાલતું હતું. ભાજપના નેતા સોનાલી ફોગાટ ત્યાં પહોંચી ગયા હતા અને તેઓ અધિકારીની સાથે કંઇક વાતચીત કરી હતી.
વિવાદ થતા સોનાલી ફોગાટે એક સરકારી કર્મચારીને થપ્પડ માર્યું હતું. જ્યારે વિવાદ વધી ગયો ત્યારે તેમણે ચપ્પલ કાઢીને કર્મચારીને માર મારવાનું શરૂ કરી દીધું. વીડિયોમાં સોનાલી ફોગાટ કર્મચારીને કહેતી જોવા મળી રહી છે કે તમને જેટલા થપ્પડ મારો ઓછા છે. વીડિયોમાં કર્મચારી પણ રડતો જોવા મળી રહ્યો છે.