મજૂમદાર પર આ હુમલો ત્યારે થયો જ્યારે તે પશ્ચિમ બંગાળની ત્રણ સીટો પર થઇ રહેલી પેટા ચૂંટણી દરમિયાન મતદાન કેન્દ્રો પર જઇ રહ્યા હતા.
આ વીડિયોમાં તે સ્પષ્ટ જોઇ શકાય છે કે, TMCના સમર્થકો દ્વારા મજૂમદારને મારવામાં આવ્યા અને જ્યારે તે નીચે પડી ગયા ત્યારે તેમને લાત પણ મારવામાં આવી.
જય પ્રકાશે આ હુમલા માટે TMCને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, શરીરમાં લાગેલા ઘા તો જતા રહેશે પરંતુ આ ઘટના પશ્ચિમ બંગાળમાં 'લોકતંત્રના અંત'નો એક સ્પષ્ટ સંકેત છે.
ભાજપ નેતાએ આરોપ લગાવ્યા કે, TMC કાર્યકર્તા નકલી મતદાતા હતા. આ સાથે જ મજૂમદારે કહ્યું કે, 'હું આ ઘટનાથી હતાશ થઇશ નહીં. હું તમામ મતદાન કેન્દ્રની મુલાકાત કરતો રહીશ. મેં ચૂંટણીપંચ પાસે તેની ફરિયાદ પણ કરી છે.' બીજી તરફ TMCએ આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે અને કહ્યું કે, મજૂમદાર પર હુમલો સ્થાનિક લોકોએ કર્યો છે, કારણ કે, ચૂંટણી માહોલને ખરાબ કરવા માટે તેઓ તેનાથી નાખુશ છે.
ચૂંટણી પંચે આ ઘટના વિશે રિપોર્ચ માગ્યો છે, ત્યારે TMC સાંસદ મોહુઆ મોઇત્રાએ ટિપ્પણી કરવાને નકાર્યું છે.
પશ્ચિમ બંગાળમાં કરીમપુર ઉપરાંત ખડગપુર સદર અને કાલીગંજ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થઇ રહી છે.
મહત્વનું છે કે, ખડગપુર અને કરીમપુર સીટ પર TMCનો ગઢ છે. તો કાલિગંજ સીટ પર કોંગ્રેસ નેતાએ જીત મેળવી હતી.