થરૂરે એક કાર્યક્રમમાં કહ્યું કે, વોટ્સએપ એક સારૂ માધ્યમ છે. કારણ કે, ભારતમાં 82 ટકા લોકો મોબાઇલ ફોન ધરાવે છે. જેમાં આ એપ પણ ડાઉનલોડ કરેલી હોય છે, કારણ કે અમુક ખાસ લોકો તેમના નિશાના પર હોય છે. તેમણે કહ્યું કે, ભાજપ દેશભરમાં લગભગ 5 લાખ વોટ્સએપ ગ્રુપ સુધી પહોંચી શકે છે. આમની IT સેલ માટે પ્રમુખ અમિત માલવીયાએ માર્ચમાં જાહેરાત કરી હતી કે, આવનારી ચૂંટણીઓ મોબાઇલ દ્વારા લડવામાં આવશે.
કોંગ્રેસ સાસંદનો દાવો છે કે, ભાજપ તેની જનસેવાનો લાભ લઇ રહી છે. આ લોકોમાં એમુક એવા પણ છે પૈસા લઇને કામ કરે છે. તો અમુક સ્વયમ સેવી છે, જેમનું કામ છે કે વોટ્સએપ પર ભાજપને લાગતી સામગ્રી આપવી. થરૂર મુજબ સોશિયલ મીડિયા પર સૌથી વધારે રાજનીતિ ટ્વિટર પર થાય છે. ફક્ત ભારતમાં જ તેમના 3 કરોડ ઉપયોગકર્તા છે. પરતું ફેસબુક તથા વોટ્સએપ મળને તેમના 24 કરોડથી પણ વધારે ઉપયોગકર્તા છે.