જયપુર : ભાજપ યુવા મોર્ચના મહામંત્રી રાજેશ ગુર્જરે કહ્યું કે,કોરોના સંક્રમણથી સમગ્ર વિશ્વ આ મહામારીથી ત્રસ્ત છે. આ સંક્રમણથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેનો ઉદ્દેશ સામૂહિક રુપથી લોકોને એકત્ર થતાં અટકાવવા માટે લગ્ન, સમૂહભોજન,તેહવારો પર પ્રતિબંધ લાગાડવામાં આવ્યો છે. જેમાં કોઈ આવશ્યક કાર્ય પર પ્રશાસન દ્વારા અમુક સંખ્યામાં જ લોકોને અનુમતિ આપી શકે છે. ત્યારે સમગ્ર દેસમાં કોરોના મહામારીને જોઈ આપત્તિ અધિનિયમની જાહેરાત અને 144 કલમ હેઠળ દંડ સહિતની જાહેરાત કરી છે.
ગુર્જરે કહ્યું કે, મુખ્યપ્રધાન અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના આહ્વાન પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજભવનના પ્રાંગણમાં રાજ્યપાલ વિરુદ્ધ નારા લાગાવ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના આહ્વાન પર પ્રદેશના બધા જિલ્લા ઓફિસ પર કોંગ્રેસના પદાઅધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. જયપુરમાં યુવા કોંગ્રેસ ઓફિસ પર પ્રધાન પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અને કોંગ્રેસ નેતા વૈભવ ગહલોતના નેતૃત્વમાં કોંગ્રેસના પદાઅધિકારી સંખ્યાબંધ કાર્યકર્તાઓ દ્વારા પ્રશાસનની અનુમતિ લીધા વગર એકઠા થઈ ધરણા કર્યા હતા.
તેમણે કહ્યું કે, તે પ્રશાસન દ્વારા લગાડવામાં આવેલી કલમ-144ના ઉલ્લધંન કરતા એક સાથે કાર્યકર્તા અને પદાઅધિકારી એકત્ર થયા હતા. તેમને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્ક પહેર્યા ન હતા. ગુર્જરે સમગ્ર મામલાને લઈ કાયદાકીય પગલા ભરવાની માંગ કરી છે.