કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના નેતા મનીષ શુક્લાની ઉત્તરી 4 પરગના જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આ મામલે સીબીઆઇની માંગ કરી છે. ત્યાં રાજ્યના ભાજપા મહાસચિવ સંજયસિંહે જણાવ્યું કે, ટીટાગઢમાં પાર્ટી કાર્યકર્તાની હત્યાના વિરોધમાં આજે બેરેકપુર 12 કલાક માટે બંધ કરવામાં આવશે.
જાણકારી અનુસાર રાજ્યપાલ જગદીશ ધનખડ ભાજપા કાઉન્સિલર મનીશ શુક્લાની કથિત રૂપથી હત્યા બાદ મમતા બેનર્જી સરકારના શીર્ષ અધિકારીઓને આજે રાજભવનમાં બોલાવ્યા છે. આપને જણાવી દઇએ કે, ભારતીય જનતા પાર્ટીના મનીશ શુક્લાની રવિવારે ઉત્તર 24ના ટીટાગઢમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભાજપાની પશ્ચિમ બંગાળ એકમે ટીએમસી પર શુક્લાની હત્યાનો આરોપ લગાવ્યો અને આ મામલે સીબીઆઇની માંગ કરી છે.
-
पश्चिम बंगाल में राजनीतिक हिंसा थमने का नाम नहीं ले रही। आज फिर भाजपा कार्यकर्ता श्री मनीष शुक्ला की #TMC के गुंडो ने गोली मारकर हत्या कर दी। ये घटना बैरकपुर के टीटागढ़ पुलिस स्टेशन के बाहर घटी, पर हमेशा की तरह पुलिस आंख पर पट्टी बांधे रही। pic.twitter.com/A8kfnZ4qCH
— Kailash Vijayvargiya (@KailashOnline) October 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">पश्चिम बंगाल में राजनीतिक हिंसा थमने का नाम नहीं ले रही। आज फिर भाजपा कार्यकर्ता श्री मनीष शुक्ला की #TMC के गुंडो ने गोली मारकर हत्या कर दी। ये घटना बैरकपुर के टीटागढ़ पुलिस स्टेशन के बाहर घटी, पर हमेशा की तरह पुलिस आंख पर पट्टी बांधे रही। pic.twitter.com/A8kfnZ4qCH
— Kailash Vijayvargiya (@KailashOnline) October 4, 2020पश्चिम बंगाल में राजनीतिक हिंसा थमने का नाम नहीं ले रही। आज फिर भाजपा कार्यकर्ता श्री मनीष शुक्ला की #TMC के गुंडो ने गोली मारकर हत्या कर दी। ये घटना बैरकपुर के टीटागढ़ पुलिस स्टेशन के बाहर घटी, पर हमेशा की तरह पुलिस आंख पर पट्टी बांधे रही। pic.twitter.com/A8kfnZ4qCH
— Kailash Vijayvargiya (@KailashOnline) October 4, 2020
ભાજપા રાજ્ય એકમે ટવીટ કરીને કહ્યું કે, ' બંગાળને એવી જગ્યામાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે, જ્યાં હત્યાઓ સામાન્ય વાત છે. સતત આવી હત્યાઓ ચાલુ રાખવી એ તમારો (ટીએમસી) અનિવાર્ય અંત દર્શાવે છે. '
ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજ્યવર્ગીયએ આ મામલે સીબીઆઇની માંગ કરી છે. વિજયવર્ગીયે એક ટ્વીટમાં કહ્યું કે, બીજેપી કાર્યકર્તા મનીષ શુક્લાને ટીટાગઢ પોલીસ સ્ટેશનની સામે ગોળી મારી દીધી છે. આ મામલે સીબીઆઇ તપાસ થવી જોઇએ. ત્યાં આ ઘટનાને લઇને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે ટીએમસીનો રાજનીતિક આતંકવાદ ગણાવ્યો હતો.
ઘોષે કહ્યું કે, 'બીજેપીના યુવા નેતા, વકીલ અને પૂર્વ પાર્ષદ મનીષ શુક્લાની હત્યા નિંદનીય છે. આ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના શાસનનું એક લોહિયાળ રાજનીતિક ઉદાહરણ છે. શું આ રાજ્ય સરકાર પાસે કોઇ ન્યાયની આશા રાખી શકાય ?'
ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુંન સિંહે એક ટ્વીટમાં કહ્યું કે, મનીષ મારો નાનો ભાઇ હતો, તે હંમેશા મારી ઢાલ બનીને મારી સાથે ઉભો રહેતો. તે આજે બંગાળ, બૈરકપુર અને બંગાળની ધરતી પર શહીદ થઇ ગયો છે. તે આ બલિદાનને યાદ રાખશે. ટીએમસી, તેના નેતાઓ અને પોલીસને આ ભૂલ અને ગેરવર્તનનું પરિણામ સહન કરવું પડશે.