દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા, શ્યામ જાજુ, મનોજ તિવારી, દિલ્હી પ્રભારી પ્રકાશ જાવડેકર, વિજય ગોયલ, વિજેન્દ્ર ગુપ્તા અને અનિલ જૈન ઉપસ્થિત રહ્યાં હતાં.
જાણકારી મુજબ ભાજપ કોર કમિટીની બેઠકમાં કેટલાક ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હતી. સૂત્રોના જણાવ્યાં અનુસાર, ભાજપ પક્ષ નેતાઓની બેઠકમાં 70 વિધાનસભા બેઠકમાંથી 45 ઉમેદવારોના નામની ચર્ચા કરી હતી. જ્યારે અન્ય બેઠક પર સોમવારે એટલે કે આજ રોજ ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, કોર કમિટીની બેઠકમાં ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા બાદ કેન્દ્રીય ચૂંટણી સમિતી પાસે મોકલવામાં આવશે.