જણાવી દઈએ કે, 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય સંવિધાન સભા તરફથી સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું. મોદી સરકાર તરફથી ડૉ.ભીમરાવ આંબેડકરની જયંતિ વર્ષના રુપમાં વર્ષ 2015થી 26 નવેમ્બરે સંવિધાન દિવસનું આયોજન શરુ કર્યું છે.
ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના અધ્યક્ષ અને કૌશાંબીથી સાંસદ વિનોદ સોનકરે જણાવ્યું હતું કે, સંવિધાન દિવસના આયોજનની તૈયારી ચાલી રહી છે. પાર્ટીના કાર્યાલયોમાં તેનું આયોજન થશે. સંવિધાન દિવસે આંબેડકરના વ્યક્તિત્વ અને કર્તવ્ય પર ચર્ચા સાથે સંવિધાન પર વિચાર ગોષ્ઠીનું આયોજન છે.
વિનોદ સોનકરે જણાવ્યું હતું કે, ભાજપ આંબેડકરના રસ્તે ચાલનારી પાર્ટી છે. વંચિત લોકોના કલ્યાણ માટે વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં અનેક યોજનાઓ બનાવી ચૂક્યા છે. સંવિધાન દિવસ અંતર્ગત સંવિધાનની મૂળભૂત જાણકારી સાથે સંવિધાનના નિર્માતા ડૉ.આંબેડકરના દેશ નિર્માણમાં આપેલા યોગદાનની પરિચય કરવાનો છે. અનુસૂચિત જાતિ મોર્ચા તરફથી આ આયોજન માટે અલગ અલગ જગ્યાએ યોજના બેઠક ચાલી રહી છે.