ભાજપના પ્રતિનિધિમંડળે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે બધા મતદાન બૂથો પર કેન્દ્રીય દળોની તેનાતી માટે ચૂંટણી પંચને આગ્રહ કર્યો છે. પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ અને મુખ્તાર નકવી અને પાર્ટીના મીડિયા પ્રમુખ અનિલ બલૂની સામેલ હતા. પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચેને એક યાદીપત્ર આપ્યું, જેમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન TMCએ તૃણમૂળ કોંગ્રેસ પર ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે.
નકવીએ કહ્યું કે, “TMCના ગુંડાઓને પશ્વિમ બંગાળમાં ગુરૂવારે લોકોને મતદાન કરતા રોક્યા હતા. અમે ફરી મતદાન કરવવા અને રાજ્યના પ્રત્યેક બૂથ પર CRPFના બે સૈનિકોની તૈનાત કરવાની માંગ કરી હતી. ધાંધલી અને બૂથ કેપ્ચરીંગની ઘટના બની છે. TMCના ગુંડોઓ પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ગુંડાગર્દી કરી હતી.”
ઉલ્લેખનીય છે કે, કૂચ બિહાર બેઠક માટે ભાજપ ઉમેદવાર નિશિત પ્રામાણિકે જિલ્લા મજીસ્ટ્રેટ કાર્યાલયની સામે ગુરૂવારે સાંજે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને તે બધા બૂથો પર મતદાન કરવવાની માંગ કરી હતી, જ્યાં CRPF હાજર ન હતી.