મીડિયા સાથે વાતચીત કરતા જીવીએલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ક્યાં ગયા છે, તેના વિશે કોઈને પણ જાણકારી નથી. ભાજપે માંગ્યુ છે કે, કોંગ્રેસ જણાવે કે રાહુલ ગાંધી ક્યાં ગયા છે અને ક્યા કાર્યક્રમમાં ભાગ લેવા ગયા છે. રાવે વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્રથી વધારે તો વિદેશ યાત્રા પર હોય છે. 16માંથી 9 વિદેશ પ્રવાસ પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને જાણકારી આપી નથી. તેમણે પૂછ્યું છે કે, રાહુલ ગાંધી ક્યા ખાનગી મિશન પર ગયા છે, કે તેઓ સંસદીય વિસ્તાર કરતા વિદેશમાં વધુ ફરે છે.
ભાજપ નેતાએ જણાવ્યું હતું કે, આ જ કારણ છે કે, રાહુલ ગાંધી અમેઠીમાંથી ચૂંટણી હારી ગયા. વધુમાં કહ્યું કે, અમે સંસદીય કાર્ય પ્રધાન પ્રહ્લાદ જોશીને પત્ર લખી રહ્યા છીએ કે, રાહુલ ગાંધીની વિદેશ યાત્રાની જાણકારી સાર્વજનિક કરે, સંસદીય નિયમોને ધ્યાને રાખી રાહુલ ગાંધી વિદેશ પ્રવાસની જાણકારી સાર્વજનિક કરે.