ઝારખંડ વિધાનસભા ચૂંટણી 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધીમાં 5 તબક્કામાં યોજાનાર છે. 81 સીટોમાંથી 52 સીટ માટે ભાજપે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી છે.
મુખ્યપ્રધાન રઘુવર દાસ જમશેદપુર પુર્વથી ચૂંટણી લડશે. જ્યારે ઝારખંડ પાર્ટીના અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા ચક્રધરપુરથી મેદાનમાં ઉતરશે.
બીજી બાજુ કોંગ્રેસે પણ ચૂંટણીને લઈ પહેલી પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.