આગામી લોકસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓ એકબીજા સાથે ગઠબંધન બેસાડવા લાગી ગયા છે. ભાજપે પણ કેરળમાં ભારતીય ધર્મસેના અને કામરાજ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું છે. એક પ્રેસ કોંન્ફરંસ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ મુરલીધર રાવે આ જાહેરાત કરી હતી.
કેરળમાં 20 લોકસભા સીટ છે, જેમાં 14 પર ભાજપ લડશે. જ્યારે 5 પર ભારતીય ધર્મસેના તથા 1 સીટ પર કેરળ કામરાજ કોંગ્રેસ ચૂંટણી લડશે. ભાજપ મહાસચિવે કહ્યું હતું કે, થોડા સમયમાં જ ઉમેદવારોની યાદી જાહેર કરીશું. આ ઉપરાંત ભાજપનું અનેક નાના પક્ષો સાથે પણ ગઠબંધન છે.