ETV Bharat / bharat

સુશાંત કેસની CBI તપાસ અંગે બિહારના પ્રધાન જયકુમાર સિંહે આપી પ્રતિક્રિયા

author img

By

Published : Aug 4, 2020, 6:16 PM IST

જયકુમાર સિંહે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્યપ્રધાન શરૂઆતથી જ પહેલ કરી રહ્યા છે. મુંબઈ પોલીસની તપાસ પ્રક્રિયા પર દેશભરમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હવે જ્યારે બિહાર સરકાર દ્વારા CBI તપાસની ભલામણ કરવામાં આવી છે, ત્યારે હવે દેશની સૌથી મોટી તપાસ એજન્સી CBI દ્વારા તપાસ કરવામાં આવશે, ત્યારબાદ સત્ય બહાર આવશે.

sushant-singh-rajput-case
સુશાંત સિંહ કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ પર બિહારના પ્રધાન જય કુમાર સિંહે કહ્યું કે સીએમના નિર્ણયનું સ્વાગત

પટનાઃ સુશાંત સિંહ રાજપૂતના કથિત આત્મહત્યા કેસમાં બિહાર સરકારે મોટો નિર્ણય લીધો છે. સીએમ નીતિશ કુમારે પરિવારની માગ પર CBI તપાસની ભલામણ કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાન જય કુમાર સિંહ શરૂઆતથી જ આ મામલે CBI તપાસની માગ કરી રહ્યા હતા. CBI તપાસની ભલામણ પર પ્રધાને કહ્યું કે સીએમ દ્વારા યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે.

જય કુમાર સિંહે કહ્યું કે આ કેસમાં હવે દેશની સૌથી મોટી તપાસ એજન્સી દ્વારા તપાસ થવાની ઉમ્મીદ છે. CBI તપાસથી આ સમગ્ર મામાલામાં રહસ્ય પરથી પડદો હટશે. મહારાષ્ટ્ર પોલીસનું જે વલણ જોવા મળી રહ્યું છે તે જોતા એમ લાગે છે કે દાળમાં કંઇક કારૂ છે. વધુમાં તેમણે કહ્યું કે અભિનેતાના પરિવારે મુખ્યપ્રધાન સાથે વાત કરી હતી અને ત્યારબાદ મુખ્યપ્રધાને CBI તપાસની ભલામણ કરવાનું નક્કી કર્યું છે, તે આવકારદાયક છે, મુખ્યપ્રધાને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે.

જય કુમાર સિંહે કહ્યું કે આ સમગ્ર મામલામાં પ્રથમથી જ મુખ્યપ્રધાન પહેલ કરી રહ્યા છે. સુશાંત સિંહ દેશના લાખો-કરોડો યુવાનોનો પ્રિય હતો. મુંબઈ પોલીસની તપાસ પ્રક્રિયા પર દેશભરમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ મામલે આજદિન સુધી કોઈ એફઆઈઆર થઈ નથી. જો કે હવે બિહાર સરકાર દ્વારા CBI તપાસની ભલામણ પર આ મામલો વડાપ્રધાન પાસે જશે.

નિર્ણય લેવામાં વિલંબ અંગેના સવાલ પર પ્રધાન જય કુમાર સિંહે કહ્યું કે મુખ્યપ્રધાન શરૂઆતથી જ આ મામલે નિર્ણયો લઈ રહ્યા છે. જ્યારે તેના પરિવારે CBI તપાસની માગ કરી હતી, ત્યારે તરત જ મુખ્યપ્રધાને આ નિર્ણય લીધો હતો. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ મામલે કેટલી અસર પડશે તે સવાલ પર પ્રધાને કહ્યું કે આ મામલાને રાજકીય દ્રષ્ટિકોણથી જોવાની જરૂર નથી, કારણ કે સુશાંત સિંહ કેસમાં સમગ્ર બિહારના લોકોની ઉચિત તપાસની માગ છે.

જય કુમાર સિંહે કહ્યું કે સુશાંત સિંહ કેસમાં સમગ્ર દેશમાંથી એકમાત્ર એફઆઈઆર પટનામાં થઈ છે. તેના પિતાએ અનેક પ્રકારના સવાલો ઉભા કર્યા છે, પરંતુ મુંબઈ પોલીસ તરફથી પટના પોલીસની તપાસમાં ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. ઓફિસરને બળજબરીથી કોરોન્ટાઇન કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.