ETV Bharat / bharat

Bihar Floods :બિહાર પાણી પાણી થયું, હેલિકોપ્ટરની મદદથી પહોંચાડ્યા ફૂડ પેકેટ્સ - બિહારના જિલ્લામાં પૂર

ગંડક નદીના તટબંધ તૂટવાથી પૂર્વી ચંપારણમાં લોકો પ્રભાવિત થયા છે. પૂરથી પ્રભાવિત લોકો સુધી મદદ પહોંચાડવા માટે જિલ્લા પ્રશાસને રાહત સામગ્રીનું એર ડ્રોપિંગ કરાવ્યું છે. સુકા ફૂડ પેક્ટ્સ સંગ્રામપુર પ્રખંડના પૂરગ્રસ્ત વિસ્તારમાં હેલિકોપ્ટરથી મોકલવામાં આવ્યા છે. કેટલાય વિસ્તારોમાં સામુદાયિક રસોઇ પણ ચલાવવામાં આવી રહી છે.

Bihar Floods
Bihar Floods
author img

By

Published : Jul 26, 2020, 1:16 PM IST

બિહાર (મોતિહારી) : બિહાર આ દિવસોમાં કોરોનાની સાથે- સાથે પૂરની પણ ઝપેટમાં છે. ઉત્તર બિહારના અનેક જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે. નેપાળના તરાઇ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીઓના જળ સ્તરમાં ખૂબ જ વધારો થયો છે. જિલ્લાના કેટલાય વિસ્તારોમાં પૂરનું પાણી પ્રવેશ્યું છે. પૂરના પાણીમાં ઘેરાયેલા લોકોની વચ્ચે જિલ્લા પ્રશાસન દરેક સંભવિત મદદ પહોંચાડવા માટે કામે લાગી છે. પૂરથી પ્રભાવિત લોકોને ફૂડ પેકેટ્સ આપવામાં આવી રહ્યા છે.

બિહારમાં પૂર

પૂર્વી ચંપારણના જિલ્લા સંગ્રામપુર પ્રખંડ સ્થિત ભવાનીપુર પંચાયતના નિહાલુ ટોલા નજીક ગંડક નદી ચંપારણ તટબંધ તૂટ્યો છે. પૂરનું પાણી વિસ્તારોમાં ભરાયું છે. બંધ તૂટવાથી અનેક ગામો પૂરની ઝપેટમાં આવ્યા છે. લોકો સામે ભોજનનું સંકટ ઉભું થયું છે. એવામાં લોકો સુધી રાહત પહોંચાડવા માટે જિલ્લા પ્રશાસને હેલિકોપ્ટરની મદદ લીધી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં હેલિકોપ્ટરની મદદથી ફૂડ પેકેટ્સ મોકલવામાં આવી રહ્યા છે.

પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં સામુદાયિક રસોઇ

જિલ્લા અધિકારી ડી.એમ શીર્ષત કપિલ અશોકે જણાવ્યું કે, પૂરગ્રસ્ત લોકો સુધી જિલ્લા પ્રશાસન દરેક સંભવિત મદદ પહોંચાડી રહી છે. સંગ્રામપુર પ્રખંડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પ્રશાસન તરફથી હેલિકોપ્ટરની મદદથી 500 ફૂડ પેકેટ્સ મોકલવામાં આવ્યા છે. આ ફૂડ પેકેટ્સએ વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા છે. જ્યાં સુધી રાહત સામગ્રી પહોંચી શકતી નથી. તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત જિલ્લા પ્રશાસને પૂરગ્રસ્ત વિસ્તારોમાં સામુદાયિક રસોઇની પણ વ્યવસ્થા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.