ETV Bharat / bharat

બિહાર ચૂંટણીઃ ઈલેક્શન કમિશન સિનિયર સિટિઝન અને દિવ્યાંગોને ટપાલ બેલેટના ફોર્મ ઘરે પહોંચાડશે

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ઈલેક્શન કમિશને 80 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટિઝન અને દિવ્યાંગોના મતદાન માટે સૂચનો જાહેર કર્યા છે. નવા સૂચનોમાં સિનિયર સિટિઝન અને દિવ્યાંગો માટે ટપાલ બેલેટની પસંદગીની પ્રક્રિયા વધારે સુવિધાવાળી બનાવવામાં આવી છે. નવા સૂચનો અનુસાર, મતદાન કેન્દ્ર સ્તરના અધિકારી (બીએલઓ) 80 વર્ષથી વધુ વયના તમામ લોકો અને દિવ્યાંગોના ઘર સુધી ટપાલ બેલેટની પસંદગી માટેના ફોર્મ પહોંચાડશે.

બિહાર ચૂંટણીઃ ઈલેક્શન કમિશન સિનિયર સિટિઝનો અને દિવ્યાંગોને ટપાલ બેલેટના ફોર્મ ઘરે પહોંચાડશે

author img

By

Published : Oct 6, 2020, 1:57 PM IST

નવી દિલ્હીઃ ઈલેક્શન કમિશને 80 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટિઝન અને દિવ્યાંગોના મતદાન માટે સૂચનો જાહેર કર્યા છે. નવા સૂચનોમાં સિનિયર સિટિઝન અને દિવ્યાંગો માટે ટપાલ બેલેટની પસંદગીની પ્રક્રિયા વધારે સુવિધાવાળી બનાવવામાં આવી છે. નવા સૂચનો અનુસાર, મતદાન કેન્દ્ર સ્તરના અધિકારી (બીએલઓ) 80 વર્ષથી વધુ વયના તમામ લોકો અને દિવ્યાંગોના ઘર સુધી ટપાલ બેલેટની પસંદગી માટેના ફોર્મ પહોંચાડશે.

ઈલેક્શન કમિશન તરફથી જાહેર કરવામાં આવેલા સૂચન મુજબ, જો મતદાતા ટપાલ બેલેટનો વિકલ્પ પસંદ કરશે તો બીએલઓ સૂચના જાહેર થવાના પાંચ દિવસની અંદર મતદાતાના ઘરથી ફોર્મ- 12 ડી મેળવી ઈલેક્શન અધિકારી કાર્યાલયમાં તે ફોર્મ જમા કરાવશે. ઈલેક્શન કમિશન તરફથી 3 ઓક્ટોબરે તમામ રાજ્યોના મુખ્ય ઈલેક્શન અધિકારીઓને મોકલવામાં આવેલા સૂચનોમાં આ વાત કહેવામાં આવી છે.

ઈલેકશન અધિકારી એટલે કે, આરઓ (સ્થાનિક ચૂંટણી અધિકારી) મતદાન ટીમ તૈનાત કરશે, જે અગાઉ જણાવેલી તારીખ પર ટપાલ બેલેટનું વિતરણ કરશે. આ ટીમ 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનો અને દિવ્યાંગોના ઘરે જઈને ટપાલ બેલેટ જમા કરશે. આ સાથે જ આ ટપાલ બેલેટ સ્થાનિક ચૂંટણી અધિકારીને સોંપશે. તમને જણાવી દઈએ કે, કોરોના સંકટના કારણે સિનિયર સિટિઝનો અને દિવ્યાંગોની સુવિધાને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે.

ઈલેક્શન કમિશને નાગરિક સંગઠનો અને મીડિયાથી મળેલી ટિપ્પણીઓના આધારે સૂચનો જાહેર કર્યા છે. ઈલેક્શન કમિશને કહ્યું કે, આ તમામ સૂચનો આવનારી તમામ ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીમાં લાગુ થશે. આમાં દેશના અલગ અલગ રાજ્યોના 56 વિધાનસભા ક્ષેત્રો અને એક લોકસભા સીટ માટે થનારી પેટાચૂંટણી પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાસભા ચૂંટણીમાં કાળા નાણાંના ઉપયોગ અને વધારે ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી આયોગે બે વિશેષ ખર્ચ સુપરવાઈઝરની નિમણુંક પણ કરી છે. ચૂંટણી આયોગે આ સંબંધે 4 ઓક્ટોબરે આ આદેશ જાહેર કર્યો હતો. આયોગે પૂર્વ આઈએએસ અધિકારી મધુ મહાજન અને પૂર્વ આઈએએસ અધિકારી બાલાકૃષ્ણનને સુપરવાઈઝર બનાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.