પટનાઃ નીતિશ સરકારને ફેરવી દેવા માટેના સંકલ્પ સાથે મહાગઠબંધને ચૂંટણી પહેલા મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. પટનાના મૌર્યા હોટલમાં યોજાયેલા કાર્યક્રમમાં આરજેડી, કોંગ્રેસ અને વામ દળે મળીને મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.
મેનિફેસ્ટો અંગે આરજેડી નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું, આ વખતની ચૂંટણી સરકાર બદલવાના સંકલ્પ સાથે શરૂ થઈ ચૂકી છે. જો અમારી સરકાર બનશે તો અમે કૃષિ દેવું માફ કરીશું, શિક્ષકોને સમાન વેતન મળશે.
મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કરાયેલા મુખ્ય મુદ્દાઓઃ
- બિહારમાં કૃષિ દેવું માફ કરીશું
- શિક્ષકોને સમાન વેતન મળશે
- બિહટામાં એરપોર્ટ બનાવીશું
- અત્યાર સુધી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નથી મળ્યો
- વીજળી ખરીદીને વેંચી રહી છે સરકારઃ તેજસ્વી યાદવ
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે કહ્યું, બિહારમાં 15 વર્ષ સુધી પ્રજાને માત્ર દગો જ મળ્યો છે. બિહાર બધું સહન કરી શકે છે, પરંતુ દગો નહીં. કોંગ્રેસે આગામી ચૂંટણીને લઈને કહ્યું, આ ચૂંટણી ભાજપની સાથે ત્રણ ગઠબંધન પણ ચૂંટણી લડી રહી છે. એક નીતિશ કુમારનું ગઠબંધન છે, પરંતુ અન્ય બે એલજેપી અને ઔવેસીની પાર્ટીની સાથે છુપા ગઠબંધન પણ ચૂંટણીના મેદાને છે. ભાજપે બિહારના ડીએનએ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ સાથે કોંગ્રેસે વધુમાં કહ્યું, ડીએનએનો અર્થ દમ નથી આપ મેં...