- બિહાર વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી 10 નવેમ્બરના રોજ
- સમગ્ર રાજ્યમાં સેન્ટર રિઝર્વ ફોર્સની કુલ 19 કંપની ગોઠવવામાં આવી
- 59 કંપની ચૂંટણી પંચ દ્વારા ગોઠવવામાં આવી
પટના : બિહાર વિધાનસભા ચૂંટણી 3 તબક્કામાં યોજઇ હતી. જેમાં પ્રથમ તબક્કામાં 28 ઓક્ટોબરના રોજ 71 સીટ માટે, બીજા તબક્કામાં 3 નવેમ્બરના રોજ 94 સીટ માટે જ્યારે ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરના રોજ 78 સીટ માટે મતદાન યોજવામાં આવ્યું હતું. આ ચૂંટણી માટેની મત ગણતરી 10 નવેમ્બરના રોજ 8 કલાકથી શરૂ થશે.
મત ગણતરી કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી
10 નવેમ્બરના રોજ મત ગણતરી માટે બનાવેલા કુલ 55 મત ગણતરી કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણીના મતદાન બાદ કુલ 38 જિલ્લામાં બનાવેલા 55 મત ગણતરી કેન્દ્રોમાં રાખવામાં આવેલા EVM મશીનની સુરક્ષા માટે સમગ્ર રાજ્યમાં સેન્ટર રિઝર્વ ફોર્સની કુલ 19 કંપની ગોઠવવામાં આવી છે. આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 59 કંપની ચૂંટણી પંચ દ્વારા ગોઠવવામાં આવી છે.
મત ગણતરીમાં લાગી શકે છે સમય
10 નવેમ્બરના રોજ થનારી મત ગણતરીની પ્રક્રિયા સવારે 8 કલાકે શરૂ કરવામાં આવશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. જે બાદ EVM મશીનના મતની ગણતરી 8:30 કલાકે શરૂ કરવામાં આવશે. મત ગણતરી શરૂ કરતા પહેલા કેન્દ્રોને સેનિટાઇઝ કરવામાં આવશે.
આ પણ વાંચો : બિહાર એક્ઝિટ પોલ 2020: કોની બનશે સરકાર, NDA-મહાગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ