લોકસભાની ચૂટણીનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વ પુર્ણ ચુકાદો આપતા વિધાનસભાની દ્વારકા બેઠકને રદ કરી નાખી છે. આ દ્વારકા વિધાનસભાની બેઠક પર MLA પબુભા માણેકની જીત પર કોંગ્રેસના મેરામણ આહીરે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તે અરજીના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટે વિધાનસભા 2017ના ભાજપના ઉમેદવાર અને જીત મેળવનારા પબુભા માણેકને ધારાસભ્ય પદ પરથી દુર કર્યા છે.
મહત્વનું છે કે BJPના વિજેતા ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હોવાથી મેરામણ ગોરીયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે આ નિર્ણય લીધો છે.
આ અંગે પબુભા માણેકે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં ફટકારવા બાબતે માંગણી કરી હતી, પરંતુ આ માગને પણ કોર્ટે ફગાવી દીધી છે.