ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોના હૉટસ્પોટમાં વધારો, 2 દિવસમાં 137 કન્ટેન્ટમેન્ટ ઝોન વધ્યા - દિલ્હીમાં કોરોના વાઇરસના કેસ

દિલ્હીમાં કોરોનાના હૉટસ્પોટમાં મોટો વધારો જોવા મળ્યો છે. કન્ટેન્મેન્ટ ઝોન્સની રી-ડિઝાઇનિંગ બાદ આ સંખ્યા 417 પર પહોંચી છે.

CoronaVirus in Delhi
CoronaVirus in Delhi
author img

By

Published : Jun 28, 2020, 3:17 PM IST

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક તરફ કોરોના સંક્રમિતોની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ કોરોના હૉટ સ્પોટ્સની સંખ્યામાં તેજી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ દિલ્હીમાં કોરોનાના કન્ટેન્મેન્ટ ઝોન્સની સંખ્યા 417 પર પહોંચી છે.

રી-ડિઝાઇનિંગ કરાયું

બે દિવસ સુધી આ સંખ્યા 280 હતી, જેમાં લગભગ 2 દિવસોમાં 137નો વધારો થયો છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા ડૉ- વીકે પૉલ કમિટીની ભલામણ મુજબ દિલ્હી સરકારે કોરોના સામે લડવા માટે નવી દિલ્હી કોવિડ રિસપોન્સ પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્લાન હેઠળ 26 જૂન સુધી કન્ટેન્મેન્ટ ઝોન્સને રી-ડિઝાઇનિંગ કરવામાં આવ્યા હતા.

26 જૂને 280 કન્ટેન્મેન્ટ ઝોન હતા

તેનાથી જોડાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 26 જૂન સુધી કન્ટેન્મેન્ટ ઝોનની સમીક્ષા અને તેને રિડિઝાઇન કરવાનું કામ કરવામાં આવશે અને એક સંસોધિત કન્ટેન્મેન્ટ ઝોનિંગ પ્લાન તૈયાર કરવામાં આવશે. વધુમાં તમને જણાવીએ તો આ રી-ડિઝાઇનિંગ દરમિયાન 26 જૂન સુધી દિલ્હીમાં 280 કન્ટેન્મેન્ટ ઝોન હતા, પરંતુ રિ-ડિઝાઇનિંગ બાદ આગામી દિવસોમાં તેમાં 25નો વધારો થયો છે.

એક દિવસમાં 106 નવા હૉટ સ્પોટ

27 જૂનના હેલ્થ બુલેટિન અનુસાર દિલ્હીમાં 315 કન્ટેન્મેન્ટ ઝોન હતા, પરંતુ મળતી માહિતી મુજબ હવે આ સંખ્યા વધીને 417 થઇ છે. એટલે કે, એક દિવસમાં દિલ્હીમાં કન્ટેન્મેન્ટ ઝોન્સની સંખ્યામાં 102નો વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.