આસામ: ભૂતાને ભારતમાં નહેરનું પાણી છોડવાનું બંધ કર્યું, હજારો ખેડૂત પ્રભાવિત - ભૂતાને ભારતમાં નહેરનું પાણી બંધ કર્યું
લદ્દાખની ગલવાન ખીણમાં સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીન પ્રાદેશિક સાથીઓ દ્વારા નવી દિલ્હી પર દબાણ લાવવા માટે પોતાની રાજદ્વારી રણનીતિનો ઉપયોગ કરી રહ્યું છે. આ દરમિયાન, ભૂતાને આસામ નજીક તેની સરહદ પર ભારત માટે સિંચાઈનું પાણી છોડવાનું બંધ કર્યું છે.
નવી દિલ્હી: ચીન, પાકિસ્તાન અને નેપાળ બાદ હવે ભૂતાને ભારત માટે મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ભૂતાને આસામ નજીક તેની સરહદ પર ભારતને સિંચાઈ માટે નહેરનું પાણી છોડવાનું બંધ કર્યું છે. થિમ્પૂના આ પગલાથી સરહદી ક્ષેત્રના 25 ગામોમાં હજારો ખેડૂતો પ્રભાવિત થયા છે.
ખેડૂતોએ માનવસર્જિત સિંચાઈ ચેનલ 'ડોંગ' નું પાણી બંધ કરવા બદલ દેખાવો કર્યા હતા. વાવેતર માટે ખેડૂતો 'ડોંગ' સિંચાઇ ચેનલના પાણીનો ઉપયોગ કરતા હતા. સરહદી વિસ્તારના ભૂતાન અને ભારતના ખેડુતો વર્ષ 1953 થી સિંચાઇ ચેનલોનો ઉપયોગ કરી રહ્યા છે.
સુત્રોએ જણાવ્યું હતું કે, ભૂતાનની સરકાર દ્વારા નહેરનું પાણી બંધ કરી દેવાતા 25 ગામોના લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે નહેરની મરામત અને સફાઇ કરવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે પાણી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે.
તે જ સમયે, ભૂતાનનું કહેવું છે કે ચીનના વુહાન શહેરમાંથી ઉદ્ભવતા કોરોના રોગચાળાને પહોંચી વળવા માટે ચાલુ પ્રયત્નોના ભાગ રૂપે કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.
લદ્દાખની ગલવાન ખીણમાં સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીન પ્રાદેશિક સાથીઓ દ્વારા નવી દિલ્હી પર દબાણ લાવવા માટે પોતાની રાજદ્વારી રણનીતિનો ઉપયોગ કરી રહ્યું છે. ચીનની સામ્યવાદી સરકારે ભારતના પડોશી દેશોમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે, પરિણામે દક્ષિણ એશિયા મોટા ભાગે ચીન પર નિર્ભર છે.