ETV Bharat / bharat

ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે રામમંદિરનું ભૂમિપૂજન હાલ પૂરતું સ્થગિત

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરનું ભૂમિપૂજન હાલ પૂરતું સ્થગિત કરી દેવાયું છે. રામ મંદિર ટ્રસ્ટે ભારત-ચીન સરહદ (એલએસી) પર તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આપણે સાંભળેલી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. રામ મંદિરના ભૂમિપૂજનની તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

bhoomi-poojan-of-ram-mandir-in-ayodhya-postponed
ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે રામમંદિરનું ભૂમિપૂજન હાલ પુરતું સ્થગિત
author img

By

Published : Jun 18, 2020, 8:42 PM IST

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરનું ભૂમિપૂજન હાલ પૂરતું સ્થગિત કરી દેવાયું છે. રામ મંદિર ટ્રસ્ટે ભારત-ચીન સરહદ (એલએસી) પર તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આપણે સાંભળેલી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. રામ મંદિરના ભૂમિપૂજનની તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

રામલલ્લા મંદિરના નિર્માણની તારીખને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. જો કે, હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિરના શિલાન્યાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાયું છે. આ સાથે જ ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, દેશની વિકટ પરિસ્થિતિને જોતા અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિરના ભૂમિપૂજનને હાલ પુરતુ મોકુફ રાખવામાં આવ્યું છે. ટ્રસ્ટના નાણાંકીય કાર્યની દેખરેખ રાખનારા ડો.અનીલ મિશ્રા કહે છે કે, 2 જુલાઈએ રામ જન્મભૂમિ સંકુલમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ છે, પરંતુ મંદિર નિર્માણ શરૂ કરવાની કોઈ યોજના નથી.

bhoomi-poojan-of-ram-mandir-in-ayodhya-postponed
ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે રામમંદિરનું ભૂમિપૂજન હાલ પુરતું સ્થગિત

રામલલ્લાના ભવ્ય મંદિર નિર્માણની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. બાંધકામના કામમાં રાહત બાદ રામ જન્મભૂમિ કેમ્પસમાં સ્તરીકરણનું કામ લગભગ પુરુ થવા આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ સંકુલની વ્યવસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ લોકોના હાથમાં આવ્યા પછી તેઓ અયોધ્યામાં રામલાલાના ભવ્ય મંદિરના નિર્માણની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તાજેતરમાં મંદિર નિર્માણની તારીખ વિશે ઘણી આગાહીઓ આવી રહી છે. આ અંગે ટ્રસ્ટે કહ્યું કે, મંદિરના નિર્માણ વિશે સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરવો જોઇએ. ટ્રસ્ટ દ્વારા તમામ સંમતિ માટે નિર્ણય લેવામાં આવ્યાં બાદ મંદિર નિર્માણની તારીખ જાહેર કરવામાં આવશે.

મહત્વનું છે કે, 16 જુલાઈએ સૂર્ય ભગવાન દક્ષિણનાયન બનશે. સૂર્ય ભગવાનના દક્ષિણનાયણ પછી હિન્દુ ધર્મમાં કોઈ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવતી નથી. આમ, રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરોડો લોકોની આસ્થાની વાત છે. જેથી મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનની તારીખ 2ને જુલાઈ માનવામાં આવી રહી હતી. જો કે, હવે ટ્રસ્ટ દ્વારા મંદિરના નિર્માણની તારીખ અંગે કરવામાં આવતા અંદાજને સ્પષ્ટપણે નકારી કાઢવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, રામ મંદિરના ભૂમિપૂજનની તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.