ETV Bharat / bharat

1 વર્ષમાં ભાજપે 5 રત્નો ગુમાવ્યાં, વાજપાઈથી માંડી અરૂણ જેટલી અંતિમ શ્વાસ સુધી રહ્યાં પક્ષને વફાદાર

ન્યુઝ ડેસ્કઃ પૂર્વ નાણાંપ્રધાન અને ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ શનિવારે એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. જેટલીને 9 ઑગષ્ટથી એઈમ્સમાં દાખલ કરાયા હતાં. અરુણ જેટલીના નિધન સાથે જ ભાજપે એક વર્ષમાં 5 દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા છે. આ તમામ રાજનેતાઓના નિધનને ભારતીય રાજકારણમાં ખોટ વર્તાશે.

bhartiya janta party
author img

By

Published : Aug 25, 2019, 12:25 PM IST

ભાજપે છેલ્લા 1 વર્ષમાં પોતાના 5 મહાન રત્નો ગુમાવ્યા છે. આ તમામ નેતાઓએ ભાજપને શરૂઆતથી સફળતા સુધીના સંઘર્ષમાં સાથ આપ્યો છે. અટલ બિહારી વાજપાઈ, અનંત કુમાર, મનોહર પારિકર, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીએ દુનિયાને અલવિદા કહેતા ભારતીય રાજકારણે ઘણું બધુ ગુમાવવાનો વખત આવ્યો છે. જ્યારે ભાજપ પક્ષે અંગત રીતે તો પોતાના મજબૂત સ્તંભો ગુમાવ્યા છે. સોશિયલ મીડિયામાં પાંચેય નેતાઓના અવસાનને જોડી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, ભગવાનને સરકારની જરૂર પડતા વડાપ્રધાનથી લઇ પ્રધાનોને તેમની પાસે બોલાવ્યા છે. ઉપરાંત આ દિગ્ગજોને આજે પણ દેશ અને ભાજપ પક્ષ યાદ કરી તેમના યોગદાનને વાગોળી રહ્યો છે.

અટલ બિહારી વાજપાઈ
16 ઑગષ્ટ 2018ના રોજ અટલ બિહારી વાજપાઈનું અવસાન થયું હતું. 93 વર્ષીય અટલ ડાયાબીટીસનો શિકાર હતા. અટલ બિહારી બાજપાઈનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. તેમની પ્રતિભા, નેતૃત્વ, ક્ષમતા અને લોકપ્રિયતાના કારણે તેઓ ચાર દશકથી વધારે સમય સુધી ભારતીય સંસદમાં સાંસદ રહ્યાં હતાં. ઉપરાંત તેમણે 3 વાર ભારતના વડાપ્રધાન પદને શોભાવ્યુ હતું. વિપક્ષમાં રહીને પણ કોઈ સત્તા પક્ષ માટે લોકપ્રિય હોય તેવા ભારતીય રાજકારણના આ માત્ર એક રાજનેતા હતા.

અટલ બિહારી વાજપાઈ
અટલ બિહારી વાજપાઈ

અનંત કુમાર
ભાજપ નેતા અને સાંસદ રહેલા અનંત કુમારનું 12 નવેમ્બર 1918ના દિવસે અવસાન થયું હતુ. તેઓ કર્ણાટકના બેંગ્લોર દક્ષિણથી સાંસદ હતા. તેઓ કેન્દ્ર સરકારમાં સંસદીય કાર્યપ્રધાન હતા. અનંત કુમારને લાલકૃષ્ણ અડવાણીએ પક્ષ અને સરકારમાં મોટી ભૂમિકા માટે તૈયાર કર્યા હોય તેવા નેતા હતા. તેઓ કેન્સરથી પિડાઈ રહ્યાં હતાં. અનંત કુમારે અટલ બિહારી વાજપાઈના નેજા હેઠળ બનેલી ભાજપની પ્રથમ સરકાર અને મોદી સરકારમાં પ્રધાનપદે સેવા આપી હતી.

અનંત કુમાર
અનંત કુમાર

મનોહર પારિકર
મનોહર પારિકરનું 17 માર્ચ 2019ના રોજ કેન્સરના કારણે મૃત્યું થયુ હતું. તેઓ મૃત્યુના એકાદ વર્ષ પહેલાથી બિમારીથી પીડાતા હતા. કેન્સરની સારવાર માટે તેઓ અમેરિકા પણ ગયા હતા. બાદમાં ભારત પરત ફર્યાના થોડા મહિનામાં જ દિલ્હી એઈમ્સમાં ભર્તી કરાયા હતાં. આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતુ. મનોહર પારિકર 4 વાર ગૌવાના મુખ્યપ્રધાન પદ પર બિરાજમાન થયા હતા, ગોવાના રાજકારણમાં તેઓ તમામના પસંદગીના નેતા હતા. ઉપરાંત તેમણે મોદી સરકારમાં પણ રક્ષાપ્રધાન તરીકે સેવા આપી હતી.

મનોહર પારિકર
મનોહર પારિકર

સુષ્મા સ્વરાજ
ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું 6 ઑગષ્ટ 2019ના રોજ અવસાન થયું હતુ. હ્રદય રોગના હુમલાના કારણે તેમનું અવસાન થયું હતું. સુષ્મા સ્વરાજ દેશના પ્રથમ વિદેશપ્રધાન તરીકે ઓળખાય છે. 1970માં સુષમા સ્વરાજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાઈ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન તેમણે જેપીના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ જનસંઘ, ભારતીય જનતા પક્ષ એટલે કે અટલ-અડવાણીથી લઇ મોદી-શાહ સુધી ભાજપમાં પોતાનો દબદબો યથાવત્ રાખ્યો હતો. તેમણે વિરોધ પક્ષમાં રહીને પોતાના ધારદાર ભાષણથી પ્રજાનો પક્ષ રજૂ કરતા હતાં. સત્તામાં આવ્યાં બાદ પણ તેમણે પ્રજા સાથે જોડાયેલા કાર્યો અવિરતપણે કર્યા છે. 1975માં સુષ્માના લગ્ન સ્વરાજ કૌશલ સાથે થયા હતા. કૌશલ 6 વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહ્યાં હતા. ઉપરાંત તેઓ મિજોરમના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

સુષમા સ્વરાજ
સુષમા સ્વરાજ

અરૂણ જેટલી
પૂર્વ નાણાંપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીનું 24 ઑગષ્ટ 2019ના રોજ અવસાન થયું હતું. જેટલીને શ્વાસ લેવામાં સમસ્યા થતા તેમને 9 ઑગષ્ટથી એઈમ્સમાં દાખલ કરાયાં હતા. વર્ષ 2014માં ભારતીય જનતા પક્ષની સરકારમાં તેમને નાણાંપ્રધાન તરીકે સેવા આપી હતી. જ્યારે 2019માં મોદી સરકાર ફરીથી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવી ત્યારે અરુણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખી પોતાને સરકારમાં કોઈ જવાબદારી ન સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી. જેનું કારણ તેમણે પોતાની નાદુરસ્ત તબિયત હોવાનું જણાવ્યું હતું. અરુણ જેટલી મોદી અને શાહના માનીતા નેતા હતાં.

અરુણ જેટલી

Intro:Body:

1 વર્ષમાં ભાજપના 5 રત્નો ખોવાયા, વાજપાઈથી માંડી જેટલી અંતિમ શ્વાસ સુધી રહ્યાં પક્ષને વફાદાર

ન્યુઝ ડેસ્કઃ પૂર્વ નાણાંપ્રધાન અને ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ શનિવારે એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધાં. જેટલીને 9 ઑગષ્ટથી એઈમ્સમાં દાખલ કરાા હતા. અરુણ જેટલીના નિધન સાથે જ ભાજપે એક વર્ષમાં 5 દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા છે. આ તમામ રાજનેતાઓના નિધનને ભારતીય રાજકારણમાં ખોટ વર્તાશે.

ભાજપે છેલ્લા 1 વર્ષમાં પોતાના 5 મહાન રત્નો ગુમાવ્યા છે. આ તમામ નેતાઓએ ભાજપને શરૂઆતથી સફળતા સુધીના સંઘર્ષમાં સાથ આપ્યો છે. અટલ બિહારી વાજપાઈ, અનંત કુમાર, મનોહર પારિકર, સુષમા સ્વરાજ અને અરુણ જેટલીએ દુનિયાને અલવિદા કહેતા ભારતીય રાજકારણે ઘણું બધુ ગુમાવવાનો વખત આવ્યો છે. જ્યારે ભાજપ પક્ષે અંગત રીતે તો પોતાના મજબૂત સ્તંભ ગુમાવ્યા છે. સોશિયલ મીડિયામાં પાંચેય નેતાઓના અવસાનને જોડી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, ભગવાનને સરકારની જરૂર પડતા વડાપ્રધાનથી માંડી પ્રધાનોને તેમની પાસે બોલાવ્યા છે. ઉપરાંત આ દિગ્ગજોને આજેય દેશ અને ભાજપ પક્ષ યાદ કરી તેમના યોગદાનને વાગોળી રહ્યો છે.

અટલ બિહારી વાજપાઈ

16 ઑગષ્ટ 2018ના રોજ અઠલ બિહારી વાજપાઈનું અવસાન થયું હતુ. 93 વર્ષીય અટલ ડાયાબીટીસનો શિકાર હતા. અટલ બિહારી બાજપાઈનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. તેમની પ્રતિભા, નેતૃત્વ, ક્ષમતા અને લોકપ્રિયતાના કારણે તઓ ચાર દશકથી વધારે સમય સુધી ભારતીય સંસદમાં સાંસદ રહ્યાં. ઉપરાંત તેમણે 3 વાર ભારતના વડાપ્રધાન પદને શોભાવ્યું હતુ. વિપક્ષમાં રહીને પણ કોઈ સત્તા પક્ષ માટે લોકપ્રિય હોય તેવા ભારતીય રાજકારણના આ માત્ર એક રાજનેતા હતા.

અનંત કુમાર

ભાજપ નેતા અને કેટલીયવાર સાંસદ રહેલા અનંત કુમારનું 12 નવેમ્બર 1918ના દિવસે અવસાન થયું હતુ. તેઓ કર્ણાટકના બેંગ્લોર દક્ષિણથી સાંસદ હતા. તેઓ કેન્દ્ર સરકારમાં સંસદીય કાર્યપ્રધાન હતા. અનંત કુમારને લાલકૃષ્ણ અડવાણીએ પક્ષ અને સરકારમાં મોટી ભૂમિકા માટે તૈયાર કર્યા હોય તેવા નેતા હતા. તેઓ કેન્સરથી પિડાઈ રહ્યાં હતા. અનંત કુમારે અટલ બિહારી વાજપાઈના નેજા હેઠળ બનેલી ભાજપની પ્રથમ સરકાર અને મોદી સરકારમાં પ્રધાનપદે સેવા આપી હતી.

મનોહર પારિકર

મનોહર પારિકરનું 17 માર્ચ 2019ના રોજ કેન્સરના કારણે મૃત્યુ થયુ હતુ. તેઓ મૃત્યુના એકાદ વર્ષ પહેલાથી બિમારીથી પીડાતા હતા. કેન્સરની સારવાર માટે તેઓ અમેરિકા પણ ગયા હતા. બાદમાં ભારત પરત ફર્યાના થોડા મહિનામાં જ દિલ્હી એઈમ્સમાં ભર્તી કરાયા હતા. આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતુ. મનોહર પારિકર 4 વાર ગોવાના મુખ્યપ્રધાન પદ પર બિરાજમાન થયા હતા, ગોવાના રાજકારણમાં તેઓ તમામના પસંદગીના નેતા હતા. ઉપરાંત તેમણે મોદી સરકારમાં પણ રક્ષાપ્રધાન તરીકે સેવા આપી હતી.

સુષમા સ્વરાજ

ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું 6 ઑગષ્ટ 2019ના રોજ અવસાન થયું હતુ. હ્રદય રોગના હુમલાના કારણે તેમનું અવસાન થયું હતુ. સુષમા સ્વરાજ દેશના પ્રથમ વિદેશપ્રધાન તરીકે ઓળખાય છે. 1970માં સુષમા સ્વરાજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાઈ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન તેમણે જેપીના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ જનસંઘ. ભારતીય જનતા પક્ષ એટલે કે અટલ-અડવાણીથી માંડી મોદી-શાહ સુધી ભાજપમાં પોતાનો દબદબો યથાવત્ રાખ્યો હતો. તેમણે વિરોધ પક્ષમાં રહીને પોતાના ધારદાર ભાષણથી પ્રજાનો પક્ષ રજૂ કરતા હતા. સત્તામાં આવ્યાં બાદ પણ તેમણે પ્રજા સાથે જોડાયેલા કાર્યો અવિરતપણે કર્યા છે. 1975માં સુષમાના લગ્ન સ્વરાજ કૌશલ સાથે થયા હતા. કૌશલ 6 વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહ્યાં હતા. ઉપરાંત તેઓ મિજોરમના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

અરૂણ જેટલી

પૂર્વ નાણાંપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીનું 24 ઑગષ્ટ 2019ના રોજ અવસાન થયુ. જેટલીને શ્વાસ લેવામાં સમસ્યા થતા તેમને 9 ઑગષ્ટથી એઈમ્સમાં દાખલ કરાયાં હતા. વર્ષ 2014માં ભારતીય જનતા પક્ષની સરકારમાં તેમને નાણાંપ્રધાન તરીકે સેવા આપી. જ્યારે 2019માં મોદી સરકાર ફરીથી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવી ત્યારે અરુણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખી પોતાને સરકારમાં કોઈ જવાબદારી ન સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી. જેનું કારણ તેમણે પોતાની નાદુરસ્ત તબિયત હોવાનું જણાવ્યું હતુ. અરુણ જેટલી મોદી અને શાહના માનીતા નેતા હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.