હૈદરાબાદઃ ભારત બાયોટેકને કોરોના વેક્સીનનું બીજા તબક્કા માટે પરીક્ષણ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. બીજા તબક્કાનું પરીક્ષણ સાત સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના એસયુએમ હોસ્પિટલમાં પરીક્ષણ કરનાર ડૉ. ઈ વેકંટ રાવે કહ્યું કે પરીક્ષણનો પ્રથમ તબક્કો હજી શરૂ જ છે, તેમ છતાં અમે બીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
ભારત બાયોટેકની કોવેક્સીનને ભારતીય તબીબ સંશોધન પરિષદ અને નેશનલ ઈન્સ્ટિયુટ ઓફ વાયરોલૉજી સાથે મળીને તૈયાર કરવામાં આવી રહી છે.
આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ઝુઝી રહ્યું છે ત્યારે બધા દેશો આ બિમારીની દવા લાવવા માટે મથામણ કરી રહ્યાં છે.