એવા કાર્યકરો તૈયાર કરો જે સામાજિક પડકારોનો સામનો કરવા માટે સક્ષમ હોય : ભાગવત - વૈચારિક અને સામાજિક નેતૃત્વ
શારદા વિહાર કેમ્પસમાં બે દિવસ ચાલેલી સંઘની પ્રાદેશિક સંકલન બેઠકના સમાપન સમયે ભાગવતે કહ્યું કે, વૈચારિક અને સામાજિક નેતૃત્વ બનાવવા માટે આપણાં સંગઠનોમાં શિસ્તબદ્ધ, ધૈર્યવાન, સક્ષમ અને સ્વાવલંબી કાર્યકર્તાઓને જોડવાનું પસંદ કરો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, 'સંઘે સામાજિક પડકારો અને ગેરરીતિઓનો સામનો કરવા માટે સક્ષમ કાર્યકર્તાઓ તૈયાર કરવા પડશે.'
સંઘના મધ્ય ભારત પ્રાંતના પ્રચાર વડા ઓમ પ્રકાશ સિસોદીયા દ્વારા અપાયેલા એક નિવેદન અનુસાર ભાગવતે કહ્યું હતું કે, 'સંઘે તેની કામગીરીને ગ્રામીણ સ્તરે વિસ્તૃત કરવી જોઈએ. જેથી આવનારા સમયમાં આપણે સામાજિક પડકારો અને ગેરરીતિઓનો સામનો કરવામાં સક્ષમ અને આત્મનિર્ભર બની શકીએ.'
ભાગવતે કહ્યું કે,'સંઘના તમામ સંગઠનોના કાર્યકરોએ એકબીજાને પૂરક બનવુ જોઈએ અને તેમના કાર્યનો વ્યાપ વધારવો જોઈએ તથા સ્વયંસેવકની ભાવનાથી સંગઠનને મજબૂત બનાવવું જોઈએ.'
બેઠકમાં ભાગવતે કહ્યું કે, 'આપણા બધાંનો ઉદ્દેશ જાગૃત સમાજ દ્વારા એક મજબૂત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનો છે. નૈતિક શિક્ષણને સમાજમાં ચર્ચાનો વિષય બનાવીને આપણે આ કાર્યને તમામ કાર્યકર્તાઓને સારી રીતે સમજાવવું પડશે.
તેમણે કહ્યું કે,'આજે ભારતીય સમાજ સંઘના ઉદ્દેશો સમજી રહ્યો છે અને આગળ વધીને સહયોગ આપવા માગે છે. આ સમયે, સામાજિક સંવાદિતા દ્વારા આપણે આપણા વિચારો અને કાર્યોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા જોઈએ. જેથી એક આદર્શ ભારતીય સમાજનું નિર્માણ થઈ શકે.'
ઉલ્લેખનીય છે કે, આ બે દિવસીય સંકલન બેઠકમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતાં.
blank
Conclusion: