જેલમાં બંધ કેદીઓને જ્યારે ગાયોની સારસંભાળનું કામ સોપવામાં આવ્યું, ત્યારે તેમની ગુનાહિત વૃત્તિ ઓછી થઇ છે. આ વાક્ય છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતનું. તેમણે કહ્યું કે, ગાયોના ગુણોને સામે લાવવા માટે દસ્તાવેજ બનાવવા પડશે.
ઉલ્લેખનીય છે કે, ભાગવત 'ગૌ વિજ્ઞાન'ને સમર્પિત ગો-વિજ્ઞાન સંશોધન સંસ્થા દ્વારા આયોજિક એક પુરસ્કાર સમારોહમાં બોલી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, ગાયની ખુબીઓને દુનિયાને દેખાડવા માટે આ પ્રકારના તારણોનું દસ્તાવેજીકરણ કરવું મહત્વપૂર્ણ છે.
તેમણે કહ્યું કે, 'ગાય બ્રહ્માંડની માં છે. તે માટી, પશુ, પક્ષી અને મનુષ્યને પણ પોષિત કરે છે અને તેને રોગથી પણ બચાવે છે તથા માનવ હ્રદયને ફૂલની જેમ કોમળ બનાવે છે.'
ભાગવતે કહ્યું કે, જ્યારે જેલમાં ગૌશાળા બનાવવામાં આવી અને કેદીઓએ ગાયની સેવા કરવી શરૂ કરી, ત્યારે અધિકારીઓએ તે કેદીઓની ગુનાહિત વૃત્તિમાં ઘટાડો થતા જોયો છે. હું તમને આ વાત થોડા જેલ અધિકારીઓએ શેર કરેલા તેમના અનુભવના આધારે કહું છું.
તેમણે કહ્યું કે, 'જો ગાયોના ગુણોને દુનિયા સામે લાવવા હોઇ, તો આપણે દસ્તાવેજીકરણ કરવું પડશે. આપણે કેદીઓ પર મનોવૈજ્ઞાનિક પ્રયોગ કરવા પડશે અને તેના દ્વારા થોડા સમય સુધી ગાયની સેવા બાદ એમનામાં આવેલા બદલાવની સમીક્ષા કરવી પડશે. વિવિધ જગ્યાએથી એમના પરિણામ એકત્રિક કરવા પડશે.'
ભાગવતે કહ્યું કે, જે સંગઠનો રખડતી ગાયોને આશ્રય આપે છે, એમની પાસે જગ્યા ઓછી થતી જાય છે.
ભાગવતે કહ્યું કે, સમાજમાં જો દરેક વ્યક્તિ એક ગાયનો ઉછેર કરવાનો નિર્ણય કરે, તો આ સમસ્યા હલ થશે અને ગાય કતલખાનામાં જવાથી બચી જશે.
તેમણે કહ્યું કે, જો કે આજે હિન્દૂ જ છે જે ગાયોને કતલખાને મોકલે છે.