કોલકત્તા : કોરોના વાઇરસની મહામારીને લઇ દેશ લોકડાઉનના ત્રીજા તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. જેમાં દુકાનો સહિતની સેવાઓને ચાલુ કરવામાં આવી છે. આ સમગ્ર વચ્ચે પણ પશ્ચિમ બંગાળમાં દુકાનો બંધ હાલતમાં છે. રાજ્યની મમતા સરકાર કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડેલા આદેશોને અનદેખા કરી રહી છે. જણાવી દઇએ કે રાજ્યને અત્યાર સુધીમાં કોઇ પણ ઝોનમાં વહેંચવામાં આવ્યું નથી.
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં જીવન જરૂરિયાતની દુકાનો સિવાય કોઇ પણ દુકાનોને ખોલવામાં આવી નથી. આ ઉપરાંત રોડ રસ્તાઓ પણ બંધ છે.